ભારતીય ખેતી પદ્ધતિથી વિદેશીઓ આકર્ષાયા: લોકડાઉનમાં ફસાયેલ આ વિદેશી મહિલા કરી રહી છે ખેતી 

Share post

સમગ્ર વિશ્વ કોરોના વાયરસની સામે લડી રહ્યું છે અને 25 માર્ચથી લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો હતો. જો કે, હાલમા તો બધું ખુલ્લી ગયું છે. આની સાથે જ  બધી વ્યવસ્થા ધીમે ધીમે પાટા પર ચડી રહી છે. ઘણા વિદેશીઓ ભારતમાં લોકડાઉનને કારણે ફસાઈ ગયાં હતા, જેમાં સ્પેનની ટ્રેસાના સોરનિયોનો સમાવેશ થાય છે. તે માર્ચ મહિનામાં એના બોયફ્રેન્ડની સાથે ભારત આવી હતી અને લોકડાઉન થતાં તે અહીં જ રહી ગઈ. ભારત સોરનિયો માટે સંપૂર્ણ રીતે નવું હતું, તે અહીની ભાષા સમજી શકતી ન હતી તેમજ લોકડાઉન હોવાથી બહાર ફરી પણ શકતી ન હતી. એના મિત્રો સ્પેન પરત ફરી ગયા પરંતુ તે હજુ ભારતમાં છે.

કર્ણાટકનાં એક ગામમાં રહીને કરી રહી છે ખેતી :
સોરનીયો છેલ્લા 3 મહિનાથી ભારતમાં છે. તે કર્ણાટકમાં આવેલ નાના એવાં ગામમાં ગામમાં રહે છે. તેણી ખુશ છે કે તે કોઈપણ શહેરમાં રહી ન હતી. સોરાનીયો હવે અહીં ખેતી કરી રહી છે તથા આજુબાજુના લોકોની સાથે વાત કરીને, ધીમે-ધીમે એની ભાષા સમજી. છેલ્લા 4 મહિનામાં એણે મગફળીની લણણી કરવી, રંગોળી બનાવવી જેવા કેટલાંક કામ શીખી ગઈ છે.

તેને આ બધું કરવું ખુબ પસંદ છે. તે માને છે કે, આ લોકડાઉનથી તેને ભારતને નજીકમાં જોવાની તક મળી છે. તેને આ દેશ ખૂબ જ સુંદર લાગ્યો છે. ‘ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ના અહેવાલમાં જણાવ્યુ છે કે, ટ્રેસ્ના સ્પેનના વેલેન્સિયાની છે. તે અહીં ઔદ્યોગિક ડિઝાઇનર છે. લોકડાઉન બાદ તે હવે ત્રણ મહિનાથી કર્ણાટકનાં નાના એવાં ગામમાં રહે છે.

શરૂઆતમાં તે અહીંની ભાષા પણ સમજી શકતી ન હતી પરંતુ હવે તે ધીરે-ધીરે કન્નડ ભાષા શીખી રહી છે. તેણે પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, તે એનાં એક મિત્રની સાથે આવી હતી એમ છતાં તેનો મિત્ર પરત ચાલ્યો ગયો પરંતુ તે આ ગામને વધુ સારી રીતે સમજવાં માટે એ રહી છે. તે ભાષા અને રિવાજોને સમજવાં માટે રહી છે છે. એણે જણાવ્યું હતું કે, તે ગોવાની મુલાકાત લીધા બાદ જ સ્પેન પાછી જશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post