“સોરી મમ્મી-પપ્પા, હવે હું આ દુનિયામાં નહિ જીવું” આટલું કહી આ વિધાર્થિની…

Share post

અમરોલીની ગૌતમી કન્યા વિધાલયની વિધાર્થિનીએ ચાર દિવસ અગાઉ ઘરના ચોથા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીએ કૂદકો મારતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં શાળા અને ટ્યુશન ના શિક્ષકો ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ છે. જેના કારણે પુત્રીએ શાળા અને ટ્યુશન ના શિક્ષકોના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું હોવાની આક્ષેપ પરિવારના સભ્યોએ કરયો છે. જ્યારે શાળાના પ્રિન્સિપાલ પરિવારનો આક્ષેપ નકારી કાઢ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જુના કોસાડ રોડ પર આવેલા હરિસિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતી ખુશી નીતીનભાઈ ઠાકોર અમરોલીની ગૌતમી કન્યા વિદ્યાલયમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરે છે. જેની ઉંમર માત્ર 14 વર્ષ છે.

ગત તારીખ દરમ્યાન ખુશી એ હરિસિદ્ધિ અપાર્ટમેન્ટ ના પાંચમા માળેથી કૂદકો માર્યો હતો. જેને પગલે ખુશીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ખુશી ને મામા શૈલેષ એ જણાવ્યું હતું કે ખુશીને શાળા અને ટ્યુશન ના શિક્ષકો ત્રાસ આપી રહ્યા હતા જેના કારણે ખુશી એ આ પગલું ભર્યું છે શિક્ષકો અભ્યાસ બાબતે કુદીને મરી જાઓ એમ કહી ઠપકો આપતા હતા. ખુશી ને એક દિવસ શિક્ષકોએ ની જગ્યાએ નીચે બેસાડી દીધી અને સાથી વિદ્યાર્થીનીઓ તેની પર હસતા માઠું લાગી આવ્યા બાદ ખુશી એ આ પગલું ભરીયું હતું.

ખુશી એ સુસાઇડ નોટ લખી છે જેમાં “મમ્મી-પપ્પા સોરી મારાથી આ પૃથ્વી ઉપર નહિ જવાય મને માફ કરો અને શાળા અને ટ્યુશન ના સર ટી ના ટોર્ચર ના કારણે હું આ પગલું ભરું છું” એમ લખ્યું છે. અમરોલી પોલીસ દ્વારા પણ આ મામલે યોગ્ય કાર્યવાહી કરાઈ નથી હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે અમરોલી પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં ખુશી દાદર પરથી પડી ગઈ હોવાની જાણ કરી છે. ઉલ્લેખનીય છે કે ભુતકાળમાં પણ ગૌતમી કન્યા વિધાલયની એક વિધાર્થિની સળગી મારી હતી. જે તે સમયે પણ શાળાના શિક્ષકો પર આક્ષેપો થયા હતા.

શાળા કે શિક્ષકોનો કોઈ વાંક નથી…

ખુશી પ્રાઇમરી થી અમારી શાળામાં અભ્યાસ કરે છે. ખુશી ધૂની મગજની હોવાની વાતથી બધા વાકેફ પણ છે.છેલ્લા કેટલાક દિવસોથી ખુશી બહેનપણીઓને બાય બાય હવે શાળાએ નહિ આવું એમ કહેતી હતી. જેથી તેણીને શિક્ષિકાઓએ સમજાવી પણ હતી અમારી જાણ અને ફરી ખોટી રીતે ટાર્ગેટ કરાય છે. ખુશીના ખબર-અંતર શાળાના શિક્ષકો વારંવાર પૂછી રહ્યા હતા. આ ઘટનામાં શાળા કે શિક્ષકોની કોઈ વાંક નથી

ચેતનાબેન વાસયા (પ્રિન્સિપાલ, ગોમતી કન્યા વિદ્યાલય અમરોલી.)

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post