થોડા સમયમાં જ પ્રધાનમંત્રી મોદી કરવા જઈ રહ્યા છે મોટું કામ- જાણો વિગતે

દિલ્હી વિધાનસભા ચૂંટણી પરીણામો પછી ભારતીય જનતા પાર્ટીને ભવિષ્ય માટે ડર દેખાઈ રહ્યો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પરીણામો પછી મોદી દ્વારા કેબિનેટના પ્રથમ વિસ્તરણની હલચલો શરૂ થઈ ગઈ છે. બુધવારે આંધ્રપ્રદેશના સીએમ જગમોહન રેડ્ડી સાથે પ્રધાનમંત્રી મોદીની દોઢ કલાકની મુલાકાતને આ સાથે જોડવામાં આવી રહી છે.
આ ક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ ધ્યાનમાં લેવાઈ રહ્યા છે. માનવામાં આવે છે કે બજેટ સત્રના બીજા ચરણ પહેલા પ્રધાનમંત્રી પ્રથમ મંત્રી મંડળનું પહેલું વિસ્તાર કરી શકે છે. આ વિસ્તારણ પર બજેટ સત્ર પહેલા વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. દિલ્હી ચૂંટણીના પરિણામો બાદ બિન-કોંગ્રેસ વિરોધી પક્ષોની એકતા વધવાની સંભાવનાને પગલે હંગામો તીવ્ર બન્યો છે. ઉલ્લેખનીય છે કે સાથી પક્ષો સાથે તાલ રાખવા ઉપરાંત NDAની બહારના પક્ષોને સરકાર મદદ કરવા માંગે છે.
ભારતીય જનતા પાર્ટી ઇચ્છે છે કે YSR કોંગ્રેસનેમંત્રીમંડળમાં શામેલ કરવામાં આવે. જો પક્ષ સહમત નહીં થાય, તો તેમને લોકસભાના ડેપ્યુટી સ્પીકરનું પદ આપી શકાય છે. જો જગન મંત્રી પદ માટે સંમત થાય, તો નવીન પટનાયકની બીજેડીને ડેપ્યુટી સ્પીકરનું પદ મળી શકે છે.
હાલ મહત્વની વાત એ છે કે જ્યારે લોકસભાની ચૂંટણી હતી એ સમયે જ આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી હતી. જેમાં પ્રધાનમંત્રી મોદીના કટ્ટર દુશ્મન ચંદ્રાબાબુ નાયડુને જગનમોહન રેડ્ડીએ પરાજય આપ્યો હતો. એટલું જ નહીં મોટાભાગના નેતાઓની ડિપોઝીટ પણ જપ્ત થઈ ગઈ હતી. એ પછી તુરંત રેડ્ડી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચ્યા હતા. ત્યારથી અત્યાર સુધી પ્રધાનમંત્રી અને આંધ્રપ્રદેશના નેતા જગનમોહન રેડ્ડી વચ્ચે મીઠાશ ભર્યા સંબંધો છે. જેનું પરિણામ પણ તેમને થોડા સમયમાં મળી શકે તેવા એેંધાણ વર્તાય રહ્યા છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…