જન્મદિવસ નિમિતે સોનુ સૂદ 3 લાખ લોકોને આપશે અમુલ્ય ભેટ- કરી મોટી જાહેરાત

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. એક્ટર સોનૂ સૂદ કોરોના કાળમાં જે રીતે દરેક જરૂરિયાતમંદની મદદ કરી રહ્યો છે, તેણે જે રીતે મુશ્કેલીના સમયમાં એક દેવદૂત બનીને લોકોને સંભાળ્યા છે, એની પ્રશંસાનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. હવે પ્રશંસા પછી પણ સોનૂ અટકી ગયો હોય એવું નથી. તેણે પોતાની આ મદદનો વિસ્તાર હજુ પણ વધુ વધારી દીધો છે. અગાઉ સોનૂ ફક્ત લોકોને એક જગ્યાએથી અન્ય કોઈ જગ્યાએ જવામાં મદદ કરી રહ્યો હતો, પરંતુ હવે તે ખેડૂતોને ટ્રેક્ટર આપવાથી લઈને નોકરીઓ આપવા જેવા કામ પણ કરવા લાગ્યો છે.

30 જુલાઈનાં રોજ સોનૂ સુદ પોતાનો 47મો બર્થડેની ઉજવણી કરી રહ્યો છે.  પોતાની બર્થડે પર કોઈપણ મોટી બોલિવુડ પાર્ટીનું આયોજન પણ નથી કરી રહ્યો, પરંતુ આ પ્રસંગે તેણે લોકોની મદદ કરીને પુણ્ય કમાવવાનો જ પ્રયાસ કર્યો છે. સોનૂ સુદ દ્વારા સોશિયલ મીડિયા પર જાહેરાત આપવામાં આવી છે કે, તે હવે પ્રવાસીઓને પણ નોકરી અપાવવામાં સહાય કરશે. પૂરથી પ્રભાવિત બિહાર તથા અસામમાં જ તે આ અભિયાન ચલાવશે.

સોનુ સૂદે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે, કે મારા જન્મદિવસના પ્રસંગે મારા પ્રવાસી ભાઈઓની માટે ‘http://PravasiRojgar.com‘ નો કુલ 3 લાખ જેટલી નોકરીઓ આપવા માટેનો મારો કરાર. આ બધુ સારો પગાર, PF, ESI તથા બીજાં લાભ પણ પ્રદાન કરે છે. આભાર, AEPC, CITI, Trident, Quess Corp, Amazon, Sodexo, Urban Co , Portea તથા બીજાં તમામનો.

 

પોતાના જન્મ દિવસનાં દિવસે સોનૂ સુદ ‘પ્રવાસી રોજગાર’ નાં નામથી એક નવું જ અભિયાન શરૂ કર્યું છે. તેણે કેટલીક મોટી કંપનીઓ સાથે કરાર પણ કર્યો છે. પૂરને લીધે આસામ તથા બિહારમાં પણ લાખો લોકો પ્રભાવિત છે, તથા ઘણા લોકોએ તો પોતાની નોકરી પણ ગુમાવી દીધી છે. હવે આ બધાંની સહાય માટે સોનૂ સૂદ આગળ આવ્યો છે. સોનૂ સૂદની આ પહેલ બધાં જ લોકોની માટે એક નવી આશા લઈને આવી છે, જેમણે આ પૂરમાં પોતાનું બધુ જ ગુમાવી બેઠાં છે.

આ પહેલાં પણ સોનૂ સુદ જુદી-જુદી રીતે લોકો સુધી સહાય પહોંચાડી છે. હાલમાં જ તેણે એક ખેડૂતને કુલ 2 બળદ પણ આપ્યા હતા, જેનાંથી તેને ખેતર ખેડવામાં પણ મદદ મળી શકે છે. સોનૂ સૂદએ બીજાં એક ખેડૂતને પણ ટ્રેક્ટર ભેટમાં આપ્યું હતું. સોનૂ સુદનું આ સ્વરૂપ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ તમામની નજરોમાં તે રીયલ લાઈફ હીરો જ બની ગયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post