શું તમને પણ સવારમાં ઉઠવામાં આળસ આવે છે? આ ઘરેલું ઉપાયથી તરત જ ઉડી જશે ઊંઘ

Share post

દરરરોજ રાતે જલદી સૂવું અને સવારે જલદી ઊઠવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે, આવું દાદા-દાદી, નાના-નાની ના મોંઢેથી તમે જરૂર સાંભળ્યું હશે જ અને ડોક્ટર્સ પણ આવી સલાહ આપતાં હોય છે. જોકે સવારે ઊંઘમાંથી બહાર નીકળવું એ ખુબ મુશ્કેલ થતું હોય છે. આજે અમે તમને એવી મ,માહિતી આપીશું, જે તમને સવારે જલદી ઊઠવામાં મદદરૂપ થઇ શકે છે.

સવારે જલદી ઊઠવાની ઇચ્છા હોય તો જરૂરી પર્યાપ્ત ઊંઘનો સમય પણ પૂરો કરવો જરૂરી છે. તે રાત્રે વહેલું સૂવું અનિવાર્ય છે. એ માટે તમે સૂવાના એક કલાક પહેલાં જ ફોનને બંધ કરી દો અથવા તો તેનો ઉપયોગ કરવાનો બંધ કરીને સૂવાનો પ્રયાસ કરો.

જો તમારા રૂમમાં પડદા હોય તો સવારે ઊઠતાં જ સૌપ્રથમ તેને ખોલી નાખો અને રૂમમાં હવા-ઉજાશ થવા દો. વધુ પડતા અંધારામાં સૂવું એ પણ યોગ્ય નથી. દિવસ દરમિયાન રૂમમાં થોડી હવા-ઉજાશ હોવી જરૂરી છે.

ઘણા લોકો સવારે ઊઠવા માટે અલાર્મ ધડીયાળનો ઉપયોગ કરતા હોય છે અને મોટા ભાગના લોકોને અલાર્મ બંધ કરી ફરી સૂઈ જવાની ટેવ હોય છે. તે માટે એક કામ એ પણ કરી શકો છો કે, પોતાની સૂવાની જગ્યાથી થોડે દૂર અલાર્મ ઘડિયાળ રાખવી, જેથી સવારે અલાર્મ વાગે ત્યારે તેને બંધ કરવા માટે તમારે ઊભા થઈને જવું પડે. તેનાથી તમારી ઊંઘ ખૂલી જશે.

દરરોજ સવારે ઊઠવા માટે એક સમય નિર્ધારિત કરી નાખવો. રોજ એ સમયે ઊઠ્યા બાદ તમારા શરીરને થોડાક જ દિવસોમાં તેની આદત પડી જશે. તે માટે સૂવાનો એક ચોક્કસ સમય નિશ્ચિત કરી લેવો જોઈએ.

સૂઈને ઊઠ્યા બાદ પહેલાં એક ગ્લાસ પાણી પીવો. ત્યાર બાદ ધ્યાન એટલે કે મેડિટેશન અને યોગ કરો. તમે બહાર ચાલવા/દોડવા માટે પણ જઈ શકો છો. તેનાથી તમારી ઊંઘ સંપૂર્ણપણે પણ ઉધડી જશે. સવારે વ્યાયામ કરવા એ સ્વાસ્થ્ય માટે સારો છે અને તમારી ઊંઘ ઉડાવવામાં પણ મદદગાર બનશે. વ્યાયામ બાદ એક કપ કૉફી કે ચા પી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post