જાણો શું કામ હનુમાનજીને સિંદુર ચડાવવામાં આવે છે? આની પાછળ રહ્યું છે ચમત્કારીક કારણ

Share post

બજરંગબલીને ભગવાન શ્રી રામના પરમ ભક્ત માનવામાં આવે છે તથા કળયુગના જાગૃત દેવતાઓમાંના એક છે. ભગવાન શ્રીરામે એમને કળયુગના અંત સુધી ધરતી પર રહેવાના નિર્દેશ આપ્યા હતા તથા આ કારણ છે કે, બજરંગબલીની સામે જે ભક્ત કષ્ટ લઇને આવે એના દુ:ખ દુર થઈ જાય છે. બજરંગબલીને આને લિધે જ એમને સંકટમોચન કહેવામાં આવે છે. સામાન્ય રીતે હનુમાનજીના બધા જ ભક્તો એ તો જાણતા જ હશે  પણ કેટલીક વધુ રસપ્રદ બાબતો છે, જે તેમના ભક્તોને જાણવી જ જોઇએ. તો ચાલો આજે અમે તમને તેમની સાથે જોડાયેલ કેટલીક બાબતોથી પરિચિત કરીશું.

કુલ 5 ભાઈઓમાં સૌથી મોટાં હનુમાનજી મોટા હતા :
હનુમાનજીને પણ કુલ 5 ભાઈઓ હતા. પુરાણોમાં વનરાજ કેસરીના કુલ 6 પુત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તથા એમાંથી હનુમાનજી સૌથી મોટા હતા. એમના બાકીના કુલ 5  ભાઇઓ પણ પરણ્યા હતા. હનુમાનજીના કુલ 5 ભાઇઓમાં મતિમાન, શ્રુતિમાન, કેતુમન, ગતિમાન તથા ધૃતીમાનનો સમાવેશ થાય છે. તેથી એમના ભાઈઓની વંશ હજુ પણ ચાલુ રહેલું છે.

હનુમાનજી ભગવાન શિવનો 11 મો અવતાર છે :
હનુમાનજીની માતા અપ્સરા હતી પણ ઋષિએ એમની માતા અંજનાને શ્રાપ આપ્યો હતો કે, જ્યારે પણ એ કોઈને પ્રેમ કરશે ત્યારે એનું મોં વાંદરા જેવું થઈ જશે. ત્યારબાઈ એમણે આ શ્રાપથી મુક્તિ મેળવવાં માટે ભગવાન બ્રહ્માને પ્રાર્થના કરી હતી. બ્રહ્માજીએ તેઓને પૃથ્વી પર માનવી તરીકે જન્મ લેવાની રીત જણાવી તેમજ ત્યારબાદ અંજનાને વાંદરાઓના રાજા કેસરી સાથે પ્રેમ થયો તથા બંનેના લગ્ન થઈ ગયા. અંજના ભગવાન શિવના પ્રખર ભક્ત હતા તથા એમની ભક્તિથી પ્રસન્ન થયા, ભગવાન શિવએ તેમને પુત્ર તરીકે જન્મ લેવાનું વરદાન આપ્યું હતું. હનુમાનજીનો જન્મ શિવનો 11 અવતાર માનવામાં આવે છે.

શાં માટે હનુમાનજી કહેવાયા બજરંગબલી :
એક વખત હનુમાનજીએ દેવી સીતાને પૂછ્યું હતું કે, તેઓ સિંદૂર શા માટે લગાવે છે ? ત્યારે સીતાજીએ જણાવતા કહ્યું કે, ભગવાન શ્રીરામ એમના પતિ છે તથા તેઓ એમના રક્ષણ તથા દીર્ઘાયુષ્ય માટે સિંદૂર લગાવે છે. આવું સાંભળીને હનુમાનજીએ વિચાર્યું કે, જો દેવી સીતાજી આટલું નાનો સિંદૂર લગાવીને ભગવાનની ઉંમરમાં વધારો કરી શકે છે તો પછી તેણે એનાં આખા શરીરમાં એના નામે કેમ ન લગાવવું ? એમણે એમના આખા શરીર પર સિંદૂર લગાડ્યું. કેમ કે, સિંદૂરને બજરંગ પણ કહેવામાં આવે છે. આથી તેઓ  બજરંગબલી કહેવાયા.

હનુમાનનો શું અર્થ થાય છે?
સંસ્કૃત હનુ એટલે જડબા તથા માન એટલે વિકૃત. એક વખત ભગવાન હનુમાને ફળ માનીને સૂર્ય ખાઈ લીધો હતો. જેને લીધે ક્રોધિત થયા બાદ ભગવાન ઇન્દ્રએ બાળક મારુતિ પર વજ્રથી પ્રહાર કર્યો હતો, જેને લીધે એમના જડબાને નુકસાન પહોંચ્યું હતું તેમજ ત્યારપછી તેઓ બેભાન થઈ ગયા હતા, ત્યારબાદ એમનું નામ ‘હનુમાન’ રાખવામાં આવ્યું હતું.

બ્રહ્મચારી હનુમાનજીને પુત્ર પણ હતો :
હનુમાનજી બ્રહ્મચારી હતા પરંતુ એમને મકરધ્વાજ કરીને પુત્ર પણ હતો. માછલીના પેટમાંથી મકરધ્વજનો જન્મ થયો હતો. એવું કહેવામાં આવે છે કે, જ્યારે હનુમાનજીએ લંકા નગરીને બાળી નાખી હતી તથા સમુદ્રમાં એમની પૂંછડીમાં લાગેલ અગ્નિ બુઝાવી હતી ત્યારે એમનો પરસેવો માછલી ગળી ગઇ હતી તેમજ આ પરસેવાથી મકરધ્વજનો જન્મ થયો હતો.

હનુમાનજીએ પણ રામાયણની રચના કરી હતી :
શું આપને ખબર છે કે, વાલ્મીકિ રામાયણની સિવાય હનુમાનજીએ પણ રામાયણની રચના કરી હતી તેમજ એ વાલ્મિકી રામાયણની સરખામણીમાં ઉત્તમ હતી. લંકા પર જીત મેળવ્યા બાદ ભગવાન શ્રીરામનો રાજ્યાભિષેક કરાવીને હનુમાનજી હિમાલય પર્વત પર ચાલ્યા ગયા હતા. અહીં એમણે પોતાના નખથી ભગવાન શ્રીરામની કહાની લખી હતી. જ્યારે મહર્ષિ વાલ્મિકી પોતાની રચિત રામાયણ હનુમાનજીને દેખાડવા માટે ગયા ત્યારે એમણે દિવાલો પણ આલેખાયેલ રામાયણ જોઇને તેઓ ઉદાસ થઇ ગયા હતા. કારણકે, આ રામાયણ ખૂબ જ શ્રેષ્ઠ હતી. તેઓ જાણતા હતા કે, તેમની રામાયણ કોઇ વાંચશે નહીં પણ હનુમાનજીએ વાલ્મીકિની તકલીફ જાણી ત્યારે એમણે પોતાની રામાયણ ભૂસી નાંખી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post