fbpx
Thu. Sep 19th, 2019

ગુજરાત સરકારની સોલાર યોજનાથી ઘરે બેઠા કમાણી કરો

સૂર્ય એ ઉર્જાનો સ્ત્રોત ગણાય છે. ગુજરાતમાં સતત અવિરત મળતા સૂર્યપ્રકાશની ઊર્જાશકિતનો સૌર ઊર્જા ઉત્પાદનમાં વિનિયોગ કરીને રાજ્યના હરેક ઘરમાં સોલાર રૂફટૉપ યોજનાથી વીજ ઉત્પાદન – ગ્રીન કલીન એનર્જીનો નવતર અભિગમ રાજ્ય સરકારે અમલી બનાવ્યો છે.

ઊર્જામંત્રી સૌરભ પટેલે રાજ્યના ઘરગથ્થુ વીજ વપરાશકારો-રહેણાંક શ્રેણીના વીજગ્રાહકો માટે રાજ્ય સરકારે અમલમાં મૂકેલી ‘સૂર્યઊર્જા રૂફટોપ – સોલાર એનર્જી રૂફટૉપ’ યોજનાની વિગતો આપી હતી. આ સોલાર રૂફટૉપ યોજના અતંર્ગત ઘરગથ્થું વીજ વપરાશકાર પોતાના ઘરની અગાશી – ધાબા કે માલિકીની ખૂલ્લી જગ્યામાં સૌરઊર્જા ઉત્પન્ન કરી શકશે.  એટલું જ નહિ, આ સૌરઊર્જામાંથી પોતાને જરૂર પૂરતી વીજળી વાપરીને કે તેનો ઉપયોગ કરીને વધારાની વીજળી સરકારને રૂ। 2.25 પ્રતિ યુનિટના દરે 25 વર્ષના કરારથી વેચીને વીજ બિલમાં રાહત અને વધારાની આવક પણ મેળવી શકશે,”.

જાણો યોજના વિષે :-

ઊર્જા મંત્રીએ આ યોજના અન્વયે લાભ લેવા માટેની વધુ વિગતો આપતાં કહ્યું કે, સોલર સિસ્ટમ સ્થપાયા બાદ જે તે એજન્સી પાંચ વર્ષ સુધી સિસ્ટમનું વિનામૂલ્યે મેન્ટેનન્સ કરવા બંધાયેલી છે. અરજી નોંધણી માટે વીજ ગ્રાહકે છેલ્લા વીજબીલ, અરજદારનો ફોટો, આધાર નંબર અને ગ્રાહકનો મોબાઇલ ફોન નંબર આપવો જરૂરી છે.  આ ઉપરાંત ગ્રાહકે પસંદ કરેલ એજન્સી જે તે વીજગ્રાહક વતી સોલર રૂફટૉપના પોર્ટલ ઉપર ઓનલાઇન અરજીની નોંધણી કરાવશે અને તે બાદ નિયત કરેલ ડિપૉઝિટની રક્મ એજન્સી દ્વારા ભરપાઇ કરવામાં આવશે, તે રકમ અંદાજપત્રની સામે સરભર કરવામાં આવશે. અંદાજપત્રમાં સોલર સિસ્ટમનો કનેક્ટિવિટી ચાર્જ, સોલર જનરેશન મીટર ચાર્જ, મીટર ટેસ્ટિગ ચાર્જ અને મીટરબોક્ષનો ચાર્જનો સમાવેશ થાય છે. વીજગ્રાહકોએ આ ડિપૉઝિટની કે અંદાજપત્ર એમ બેમાંથી કોઇપણ રકમનો ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે નહી.

ગ્રાહકે ટેન્ડરથી નક્કી કરેલ ભાવ મુજબ જ રકમ ચૂકવવાની રહેશે. તે સિવાય ગ્રાહકે અન્ય કોઇ રકમ ચૂકવવાની નથી. આ ઉપરાંત જો ચાલુ વીજ વિતરણ માળખામાં કોઇ ફેરફાર કરવાની ટેક્નિકલ જરૂરિયાત જણાશે તો તેનો ખર્ચ જે તે વીજગ્રાહકે જ ભરવાનો રહેશે. અને તે માટે વીજ વિતરણ કચેરી દ્વારા અલગથી અંદાજ આપવામાં આવશે. આ સિવાય પણ, જો ગ્રાહક મૉડ્યૂલ માઉન્ટિંગ સ્ટ્રક્ચરની રૂફ લેવલથી નિયત કરેલ ઊંચાઇમાં વધારો કરાવવા માગે તો ગ્રાહક તથા જે તે એજન્સી વચ્ચે પરસ્પર સમજુતી કરી, તે માટેનો વધારાનો ખર્ચ પરસ્પર નક્કી કરી ગ્રાહકે જે તે એજન્સીને અલગથી ચૂકવવાનો થશે.