ખેડૂતોને સોલાર ટ્રેપ ખરીદવા સરકાર આપી રહી છે 90 ટકા સુધીની સબસીડી- જાણો કેવી રીતે ભરવાનું છે ફોર્મ

Share post

રાજ્ય સરકાર દ્વારા અવારનવાર ખેડૂતોના લાભાર્થે નવી નવી યોજનાની જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોને યોજનાની જાણ જ હોતી નથી જેના કારણે ખેડૂતો આ યોજનાનો લાભ લેવાનું ચુકી જતા હોય છે, પરંતુ હવે ખેડૂતો સુધી દરેક યોજનાઓની જાણકારી સરળતાથી પહોચી શકે એ કારણોસર અનોખી પહેલ શરુ કરવામાં આવી છે, હાલના સમયમાં સરકાર દ્વારા “સોલર લાઇટ ટ્રેપ” યોજના ચાલી રહી છે, તો આ યોજનામાં ખેડૂતોને શું લાભ થશે એ જાણીએ.. તો જેટલા ખેડૂતમિત્રો હોય, તે દરેક સુધી આ પોસ્ટ પહોચાડવા ખાસ વિનંતી છે, અને તેઓ પણ આ યોજનાનો લાભ લઇ શકે…

RKVY-Control of White grub in groundnut
તમામ ખેડુતો માટે કિમતના ૫૦% અથવા રુ. ૨૦૦૦/- પ્રતિ હેકટર ની મર્યાદામાં બે માંથી ઓછુ હોય તે ખાતા દીઠ વધુમાં વધુ ૨ પ્રતિ લાભાર્થી થશે… લાઇટ ટ્રેપ / સોલાર લાઈટ ટ્રેપ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે સોલાર લાઇટ ટ્રેપ ઘટકના એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.

NFSM Commercial Crop
તમામ ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના ૫૦% અથવા રૂ. ૨૫૦૦/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે થશે… સોલાર લાઇટ ટ્રેપ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે સોલાર લાઇટ ટ્રેપ ઘટકના એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.

ખેડૂતોને સૂર્યપ્રકાશ (ઉર્જા) ટ્રેપ સહાયદરે વિતરણ અંગેની યોજના 
અનુસુચીત જાતિ/અનુસુચીત જન જાતિના ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના ૯૦% અથવા રૂ. ૪૫૦૦/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે અનુસુચીત જાતિ/અનુસુચીત જન જાતિ સિવાયના તમામ ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના ૭૦% અથવા રૂ. ૩૫૦૦/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે…

આ યોજનાનો લાભ લેવા આ વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે…
૧.
ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હોય કે ના  ધરાવતા હોય, તો પણ અરજી કરી શકાય છે. ૨. જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.

૩. જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે. ૪. જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.

૫. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે. ૬. અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી. ૭.અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે. ૮. જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો. ૯. અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.

આ યોજનાનો લાભ લેવા શું કરવું…

૧. નીચે આપેલી ક્લીક કરી નવી અરજી કરો. ૨. અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો. ૩. અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો. ૪. કન્ફર્મ થયેલી અરજીનું પ્રીન્ટ આઉટ લો.

૫. અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે અરજી કર્યા તારીખથી દિન સાત(૭)માં રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ નહિ.

આ યોજનાનો લાભ લેવા અહિયાં ક્લિક કરો- સોલર લાઇટ ટ્રેપ

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post