દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના આ વિસ્તારોમાં સવારથી જ વર્ષી રહ્યો છે ધોધમાર વરસાદ- જાણો ક્યા અને કેટલો વરસાદ નોંધાયો

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. સમગ્ર રાજ્યમાં ચોમાસાની સારી એવી શરૂઆત પણ થઈ ચુકી છે. થોડાં દિવસનાં વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાનું આગમન થઈ ચુક્યું છે. હાલમાં થોડા દિવસથી ઘણાં રાજ્યમાં અતિભારે વરસાદ પણ પડી રહ્યો છે. ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.

સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં હિલ સ્ટેશન જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં જ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે. રાજકોટ, આટકોટ, ધોરાજી, અમરેલી, જૂનાગઢ, જામનગર તથા દ્વારકા સહિતનાં ઘણાં શહેરોમાં વરસાદની શરૂઆત થઈ છે.

દ્વારકામાં માત્ર 1 જ કલાકમાં કુલ દોઢ ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયાં છે. દ્વારકાની બજારોમાં પાણી ફરી વળતા વાહનચાલકો ઘણી મુશ્કેલીમાં મૂકાઈ ગયાં છે. ભાવનગર પંથકમાં પણ વાદળછાયા વાતાવરણની વચ્ચે અતિભારે વરસાદની શરૂઆત થઈ હતી.

ભાવનગર પંથકમાં 4 વાગ્યા સુધીનો વરસાદ (મિમિમાં)

ભાવનગરમાં કુલ 21 મિમિ, મહુવામાં કુલ 13 મિમિ, તળાજામાં કુલ 13 મિમિ, વલ્લભીપુરમાં કુલ 12 મિમિ, સિહોરમાં કુલ 10 મિમિ, ઘોઘામાં કુલ 11 મિમિ, જેસરમાં કુલ 13 મિમિ

આજે જૂનાગઢ પંથકમાં પણ વહેલી સવારનાં 6 વાગ્યાથી અતિભારે વરસાદની શરૂઆત થઈ છે. જુનાગઢમાં કુલ 1 ઈંચ, કેશોદમાં કુલ 22 મિમિ તથા મેંદરડામાં કુલ 20 મિમિ વરસાદ પડ્યો છે. જૂનાગઢમાં અતિભારે વરસાદ પડતાં જ રસ્તાઓ પર પાણી પણ ભરાઈ ગયાં હતાં. જેથી વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી ભોગવવી  પડી હતી.

આટકોટ પંથકમાં પણ આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અતિભારે વરસાદની પણ શરૂઆત થઈ હતી. વરસાદને કારણે રસ્તાઓ પરથી પાણી પણ વહેવાં લાગ્યા હતાં

આની સાથે જ રાજકોટ જિલ્લામાં આવેલ ધોરાજી પંથકમાં પણ આજ વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ હતી. જેનાં કારણે વાતાવરણમાં પણ ઘણી ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ પડતાંની સાથે જ લોકોને પણ અસહ્ય ગરમી તથા બફારામાંથી છુટકારો મળ્યો છે.

આજ વહેલી સવારથી જ વરસાદનો માહોલ જામતાં જ ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવાં મળી રહી છે. વરસાદને લીધે કપાસ, મગફળી, તલ, મગ, મઠ, અડદ, મકાઈ સહિતનાં ઘણાં પાકને નવું જીવન પણ મળ્યું છે. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થવાંથી ચોમાસુ પાકને લાભ થતાં જ ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવાં મળી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post