Wed. Jan 22nd, 2020

ચામડીના અનેક રોગો અને ઉપાયો

ચામડી એટલે શું?

માનવ શરીરનું બહારનું દેખાતું કવર એટલે ચામડી. શરીરનું મોટામાં મોટું અંગ ચામડી છે .આખા શરીરની ચામડી નું વજન ૧૦ કિલોગ્રામ છે .તમારા શરીરની ચામડી શરીરમાં રહેલા સ્નાયુ, સાંધા, હાડકા, લિગામેન્ટ અને શરીરની અંદર રહેલા નાના-મોટા બધા જ અંગો મગજ ,હદય ,ફેફસા,લિવર ,હોજરી,આંતરડાં ,કિડની બધી જ હોર્મોન ગ્રંથિઓ અને પ્રજનન અંગો નું સંપૂર્ણપણે રક્ષણ કરે છે .એક સ્કવેર ઈંચ ચામડીમાં 80 જેટલા જ્ઞાનતંતુઓ, 20 થી 25 લોહી લઈ જનારી અને લાવનારી નળીઓ હોય છે. 1500 જ્ઞાનતંતુના છેડા જેનાથી સ્પશ ની ખબર પડે, 100 તો જેટલી સ્નાયુની ફાઈબર ઉપરાંત કચરો બહાર કાઢી નાખવાની ૧૫૦ જેટલી સીબેશિયસ ગ્રંથિ, અને ૨૦ હજાર જેટલા કોષો આવેલા છે .માનવી ના શરીર ની ચામડી શરીરના અંગોને ઢાંકીને તેને ચેપ લાગતાં અટકાવે છે. આટલા કામ કરવા છતાં તેની શક્તિ રૂપી લોહી જેમાં ઓક્સિજન અને પોષક દ્રવ્ય હોય તે બીજા અંગોના પ્રમાણમાં બહુ ઓછા હોય છે.

Loading...

ચામડી ના થતા રોગો:

એલર્જી, વારસાગત ચામડીની તકલીફો ,વાતાવરણની કોઈપણ વસ્તુ જ્યારે ચામડી ના સંપર્ક માં આવે ત્યારે થનારી તકલીફો ,શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય ત્યારે ,ચામડી ઉપસી જાય ,ચામડી પર સોજો આવી જાય, એડી ની ચામડી પર ચીરા પડવા, ચામડી પર લાલ ચાઠા પડવા ,ચામડી નો રંગ બદલાઈ જેવો ,ચામડીનો રંગ સફેદ થવો, ખીલ ,ખસ અથવા ખજલી જે સૂર્યના કિરણોને કારણે દવાઓને કારણે કે કોઈ ખોરાકને કારણે થયેલ હોય છે ,ચામડીની તકલીફો જે મો અને ચહેરા ઉપર થાય છે .બંને ભાગ ની ચામડી લાલ થઈ જાય છે.

ચામડી ના કાર્યો:

બહારના વાતાવરણમાં રહેલા સંખ્યા સૂક્ષ્મજીવાણુઓશરીરનું રક્ષણ કરે છે ,શરીરમાં રહેલા પાણીનું પ્રમાણ યોગ્ય રીતે જાળવવાનું કામ કરે છે, શરીરની ચામડી ઉપર બહારથી થતી બધી જ અસર ના સમાચાર મગજને પહોંચાડવાનું કામ કરે છે, સૂર્યના પ્રકાશની મદદથી વિટામીન-ડી ઉત્પન્ન કરવાનું કામ કરે છે ,શરીરનું ઉષ્ણતામાન યોગ્ય પ્રમાણમાં રાખવાનું કાર્ય કરે છે, દર મહિને ચામડીનું બહારનું પડ બદલાઈ છે.

ચામડીને સાચવવાના ઉપાયો:

લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ સો ટકા રાખો, નિયમિત કસરત કરો એનાથી ચામડીને પોષણ માટે લોહી મળે છે ,તમારી આજુબાજુનું વાતાવરણ ગરમ હોય તો પરસેવો થતો હોય તો રોજ રાત્રે સૂતા પહેલા સ્નાન કરવાનું રાખો ,શરીરની ચામડીને કરચલી વગરની અને તંદુરસ્ત રાખવા માટે તેલથી માલિશ કરવું જરૂરી છે ,ચામડીને પૂરતુ પોષણ મળે તે માટે ખોરાકમાં લીલા શાકભાજી અને તાજા ફળોનો ઉપયોગ કરવો જેથી તેમાં રહેલા મિનરલ્સ અને વિટામિન્સ તેમજ અન્ય પોષક દ્રવ્યો થી ચામડીને પોષણ મળે છે, સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ચામડીને નુકસાન થાય છે.

Loading...
Loading...