રાજકોટના અધર્મી યુવકે શિવ મંદિરમાં નંદીની પ્રતિમા લાત મારીને તોડી, TikTokમાં બનાવ્યો હતો વીડિયો

ગુજરાતમાં આવેલ શાપર-વેરાવળમાંની સર્વોદય હાઉસિંગ સોસાયટીની પાસે આવેલા મહાદેવનાં મંદિરમાં એક યુવકે એવી રમત કરી,કે જેને લીધે લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોચી હતી.સૌપ્રથમ તો એ યુવક ચંપલ પહેરીને મંદિરમાં આવ્યો.ત્યારપછી સિગરેટ પીતા-પીતા પહેલા તો તેણે નંદીની મૂર્તિને લાત મારીને તોડી નાંખી,ત્યારપછી મહાદેવની મૂર્તિનાં ગર્ભગૃહના દરવાજા પર પણ તે લાતો મારવા લાગ્યો.આ બધું કરતી વખતે તેણે આંખો પર લાલ કલરના ચશ્મા અને માથા પર ટોપી પહેરી હતી.
પોતાની આ હરકતને તેણે પોતાના મોબાઈલમાં વીડિયો શૂટ પણ કરી લીધું.TikTok પર ‘કમલ કા બાદશાહ’ના નામથી તેણે પોતાનો આ વીડિયો પોસ્ટ પણ કર્યો છે.આ વીડિયો ‘@jayu___57’નામની ID પરથી વાયરલ કર્યો છે.જેને લઈને સમાજના અને તેની આજુ-બાજુ રહેતા લોકો ભડકી ગયા હતાં.તેઓ આ માનસિક વિકૃત યુવકની સામે ફરિયાદ કરવાની માંગ કરી રહ્યા છે.હિંદુ સંગઠનોએ શાપર પોલીસ-સ્ટેશનમાં આ યુવકની સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.
આ વીડિયોને જોઈ જિલ્લાનાં SP બલરામ મીણાએ પણ કાર્યવાહી કરી,તેની પર કડક કાયદાકીય કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યાં છે.રિપોર્ટમાં જણાવ્યાં મુજબ,આ વીડિયોમાં દેખાઈ રહેલા યુવકને પોલીસે થોડાંક જ કલાકોમાં પકડી પાડ્યો હતો.આની સાથે જ વીડિયોનું રેકોર્ડિંગ કરનારા યુવકની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની જાણકારી,જયેશ ચુડાસમા કે જેની ઉં. વર્ષ 27 અને દિનેશ મહિડા કે જેની ઉં. વર્ષ 25 તરીકે થઈ છે.
પોલીસે આ બંને યુવકોની ધરપકડ કર્યા પછી આગવીઢબે તેમની સરભરા કરી હતી,ત્યારપછી પ્રતિમાને લાત મારીને તોડી પાડનાર જયેશ પાસે મૂર્તિ પાસે ફરીથી રિપેરીંગ કરાવડાવી, તેનું ફરી એ જ જગ્યાએ સ્થાપન કરાવ્યું હતું,તેમજ જયેશ પાસેથી માફી પણ મગાવી હતી.ત્યારપછી જયેશની માફી માગતો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરવામાં આવ્યો છે.
SPએ જણાવતાં કહ્યું છે કે,બંનેનો હાલમાં કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે.તેનો રિપોર્ટ આવ્યા પછી આગળની તપાસ કરવામાં આવશે.હાલમાં આ બંને યુવકો કસ્ટડીમાં જ છે.વીડિયોમાં સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે,’દિલ કો દુખાયે ઈશ્ક ઈશ્ક’આ ગીત પર આ યુવકે શું કર્યું.તેટલું જ નહીં આ યુવકે આ વીડિયો વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયાનાં અકાઉન્ટ્સમાં પણ 28 જૂનના રોજ વાયરલ પણ કરી દીધો હતો.જેને કારણે કોઈને પણ ક્રોધ આવી જ જશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…