શરદ પૂર્ણિમાની રાત્રે દૂધ-પૌંઆનો પ્રસાદ જમ્યાં બાદ કરો આ મંત્રનો જાપ, લક્ષ્મીજીની કૃપાથી ખુલી જશે ભાગ્યના દરવાજા

Share post

30 ઓક્ટોબરે આસો માસની પૂનમ આવી રહી છે, જેને ‘શરદ પૂનમ’ તરીકે ઓળખવામાં આવે છે. શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા માટેનો વિશેષ દિવસ છે. એવી માન્યતા રહેલી છે કે, આ દિવસે ધનની દેવી લક્ષ્મી રાત્રે ભ્રમણ કરીને કહે છે, ‘કો જાગ્રિતિ?’ જેનો મતલબ થાય છે કે, કોણ જાગી રહ્યું છે? એવું કહેવામાં આવે છે કે, જે કોઈપણ વ્યક્તિ શરદ પૂર્ણિમાની રાત્રે જાગે છે એમના પર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

ઉજ્જૈનનાં જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ, આ તિથિની રાત્રે ચંદ્રનાં કિરણો ઔષધિના ગુણોથી ભરપૂર હોય છે. જે કેટલીક બીમારીઓને અટકાવી શકે છે. આ કારણસર ચંદ્રના અજવાળામાં દૂધ-પૌંઆ બનાવવાની પરંપરા રહેલી છે. ખીર પર ચંદ્રનાં કિરણો પડે છે, જેનાથી ચંદ્રની ઔષધિઓ ગુણો દૂધ-પૌંઆમાં ભળી જાય છે. જેને પીવાથી સ્વાસ્થ્યને ખુબ લાભ થાય છે. મન શાંત થાય છે તથા પોઝિટિવિટીમાં વધારો થાય છે.

શરદ પૂનમે દૂધ-પૌંઆ શા માટે ખાવામાં કેમ આવે છે?
શરદ પૂર્ણિમા બાદ હવામાનમાં ફેરફારની શરૂઆત થાય છે. આ તિથિ બાદ હવામાનની ઠંડીમાં વધારો થવાં લાગે છે. ઠંડીની શરૂઆત થઈ જાય છે. શરદ પૂનમની રાત્રે દૂધ-પૌંઆનું સેવન કરવું એ વાતનું પ્રતીક રહેલું છે કે, ઠંડીની ઋતુમાં આપણે દૂધ-પૌંઆ ખાવા જોઇએ. કારણ કે, આ જ વસ્તુઓ દ્વારા ઠંડીમાં શક્તિ મળે છે. એમાં દૂધની ઉપરાંત ચોખાના પૌંઆ, સૂકા મેવા વગેરે પૌષ્ટિક વસ્તુઓ ઉમેરવામાં આવે છે. જે શરીરની માટે ખુબ લાભદાયક માનવામાં આવે છે. આ વસ્તુને લીધે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે. સ્વાસ્થ્ય સારું રહે છે. આ જ કારણ છે કે, રાત્રે લોકો પોતાના ઘરની અગાસીમાં ખીર બનાવે છે. દૂધ-પૌંઆ પર ચંદ્રનાં કિરણો પડે છે. જેનું સેવન કરવામાં આવે છે.

શ્રીકૃષ્ણનો મહારાસ :
આ તિથિની સાથે શ્રીકૃષ્ણની સાથે જોડાયેલ એક માન્યતા પણ ખુબ પ્રચલિત બની છે. શરદ પૂનમના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ એવી વાંસળી વગાડી હતી કે, જેના સુરથી સંમોહિત થઇને વૃંદાવનની ગોપીઓ એમની બાજુ આકર્ષિત થઇને પહોંચી ગઇ હતી. આ રાત્રે શ્રીકૃષ્ણએ મહારાસ રચ્યો હતો. આ એક યૌગિક ક્રિયા હોય છે. જેનો ઉલ્લેખ દેવી ભાગવતમાં કરવામાં આવેલ છે. મહારાસ વખતે શ્રીકૃષ્ણની શક્તિના અંશ ગોપીઓનું રૂપ લઇને કૃષ્ણની આજુબાજુ ફરે છે. આવું કરવાની સાથે જ પ્રકૃતિમાં ઊર્જા ફેલાય છે એટલે જ એને ‘મહારાસ’ કહેવામાં આવે છે.

દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરો :
આ દિવસે રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વીનું ભ્રમણ કરે છે. આ જ કારણે લોકો લક્ષ્મીજીની વિશેષ પૂજા કરે છે. રાત્રે જાગીને પૂજા-પાઠ કરે છે. લક્ષ્મીજીનું સ્વાગત કરવાં માટે દીવડા પ્રગટાવવામાં આવે છે.

મહાલક્ષ્મી મંત્રનો જાપ કરવો જોઈએ. ઓછામાં ઓછો 108 વાર મંત્ર જાપ કરવો જોઈએ.

મંત્ર:
ऊँ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ऊँ महालक्ष्मयै नम:।

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post