ખેડૂત આંદોલનનાં સમર્થનમાં પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ ઉચ્ચારી ચિમકી -25 ડિસેમ્બર સુધી સરકાર નહીં માને તો…

Share post

લોકડાઉન દરમિયાન મોદી સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈ 3 કૃષિ કાયદા બહાર પાડવામાં આવ્યા હતાં પરંતુ દેશના ખેડૂતોને આ કાયદામાં અન્યાય થયો એવી અનુભૂતિ થતાં ઉગ્ર રીતે વિરોધ કર્યો હતો. છેવટે ખેડૂતોએ એકત્ર થઈને દિલ્હી બોર્ડર પર આંદોલન શરુ કર્યું હતું. આ આંદોલનને આજે 25 દિવસ પૂર્ણ થઈ ચુક્યા છે એમ છતાં સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી.

દેશના અનેક રાજ્યોમાંથી ખેડૂતો આ આંદોલનમાં જોડાઈ રહ્યાં છે ત્યારે ગુજરાતમાં પણ ખેડૂત આંદોલનને ધીમે-ધીમે સમર્થન મળી રહ્યું છે. આવા સમયે સોશિયલ મીડિયા પર ગુજરાતના પૂર્વ CM શંકરસિંહ વાઘેલાનો વીડિયો સામે આવી રહ્યો છે. જેમાં તેમણે ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે. આની સાથે જ સરકારને ચીમકીપૂર્વ CM શંકરસિંહ વાઘેલાની જાહેરાતને કારણે રાજકારણમાં હોબાળો મચી ગયો છે.

ખેડૂત આંદોલનના સમર્થનમાં શંકરસિંહ વાઘેલા દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. શંકરસિંહ વાઘેલાએ ચિમકી ઉચ્ચારી છે કે, જો 25 ડિસેમ્બર સુધી સરકાર દ્વારા ખેડૂતોની માંગણી સ્વીકારવામાં આવશે નહીં તો હું દિલ્હીમાં આવેલ રાજઘાટ ખાતે અનિશ્ચિતકાળ માટે અનશન પર ઉતરીશ. જો આ કાયદો રહેશે તો ખેડૂતોનાં મોત થતાં રહેશે. ખેડૂતોને જીવતા રાખવા હોય તો કૃષિ કાયદાનો ભંગ કરવો પડશે.

3 ડિગ્રી તાપમાન હોવાં છતાં ખેડૂતો કડકડતી ઠંડીમાં સરકાર તરફથી કોઈ નક્કર પરિણામ ન મળતા છેવટે શંકરસિંહ વાઘેલાએ વીડિયો શેર કરીને ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. આ આંદોલને વિકરાળ સ્વરૂપ ધરણ કર્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post