અચાનક ગુજરાતના પશુઓમાં ફેલાયો ગંભીર રોગચાળો, 100 કરતા વધારે ભેંસોના મોત

Share post

સમગ્ર રાજ્યમાં થોડાં દિવસનાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. અગાઉ પડેલ અતિભારે વરસાદને કારણે ખેડૂતોનાં ખેતરમાં પાણી ભરાઈ જવાથી ઘણાં ખેડૂતોને પાકમાં ઘણું નુકશાન થયું હતું. આની સાથે જ કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. હવે તો પશુમાં અન્ય એક રોગચારો ફાટી નીકળ્યો છે. હાલમાં પણ આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છીએ. પશુઓમાં અવાર-નવાર કોઈને-કોઈ બીમારીઓ જોવા મળતી હોય છે પરંતુ હાલમાં ગુજરાતમાં આવેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં પશુઓમાં રેડ યુરીન નામની ગંભીર બીમારી જોવા મળી રહી છે.  આ રોગચાળાના કારણે છેલ્લા 5 દિવસમાં 100 કરતા વધુ ભેંસોના મોત થયા હોવાના સમાચાર  છે. જેના પગલે દેવભૂમિ દ્વારકા પંથકમાં પશુ પાલકોમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ કલ્યાણપુર પંથકમાં પશુઓમાં રેડ યુરીન નામનો ગંભીર રોગચાળો ફાટી નિકળ્યો છે. માત્ર 5 દિવસમાં કુલ 100 કરતાં વધારે ભેંસોનાં મૃત્યુ નિપજયાના અહેવાલો સાંપડી રહ્યા છે. જેને કારણે દેવભૂમિ દ્વારકા પંથકમાં રહેતાં તમામ પશુ પાલકોમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો કહેર યથાવત રહેલો છે.  ત્યારે કલ્યાણપુર તાલુકામાં આવેલ કાંઠાનાં ગામો સોઈનેશ, ભોગાત , કુરંગા , ભાટુડીયા તેમજ બામનાસા ગામોમાં માત્ર 5 જ દિવસમાં કુલ 100 કરતાં પણ વધારે ભેંસોના ટપોટપ મોત થઈ ચુક્યા છે. પશુઓના એકપછી એક મોત થઈ જવાને કારણે તમામ લોકોમાં હોબાળો મચી ગયો છે.

કોરોના મહામારીમાંથી હજુ તો છુટકારો પણ પણ મળ્યો નથી એવાં સમયમાં હાલમાં પશુઓમાં પણ ગંભીર રોગચાળો ફેલાઈ રહ્યો હોય એવાં સમાચાર સામે આવી રહ્યાં છે. કોરોના મહામારીની જેમ જ પશુઓના પણ એકપછી એક મોત થઈ રહ્યાં છે. આની સાથે જ અતિભારે વરસાદને કારણે ઘણાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ ગંભીર રોગના લક્ષણો:
પશુ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, આ ગંભીર રોગમાં પશુઓને એકા એક ખૂબ તાવ આવવો, પશુ ખોરાક ખાવાનું બંધ કરે, પેશાબ લાલ રંગનો આવવો, રોગની છેલ્લી કક્ષામાં પશુ ઉભુ થઈ શકતું નથી, સમય સર યોગ્ય સારવાર ન મળે તો અંતે પશુ મુત્યુ પામે છે.

આ રોગથી બચવા શું કરવું જોઈએ
આ ગંભીર રોગને અટકાવવા માટે નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, પશુમાં ઝુ અને ઈતરડી નો નાશ કરવો, પશુના રહેઠાણને ઈતરડી મુક્ત કરવા જંતુનાશક દવાનો છંટકાવ કરવો, આ રોગ ઇતરડી અને ચાંચડથી ફેલાઈ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post