હવે ગુજરાતમાં માસ્ક નહિ પહેર્યું હોય તો થશે જેલની સજા? આ વ્યક્તિએ સરકાર સામે કરી માંગ

Share post

ગુજરાત રાજ્યમાં ફેસમાસ્ક વગર જાહેરમાં ફરતા વ્યક્તિઓને જેલની સજા કરવાની જોગવાઇ કરવા માટે માગણી કરવામાં આવી રહી છે. ભયાનક સ્થિતિએ કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યાં છે, ત્યારે તેની પાછળ ફેસમાસ્કનો અભાવ એકમાત્ર મજબૂત કારણ હોવાનું સામે આવતાંની સાથે જ આ માગણી કરવામાં આવી રહી છે.

આવી માગણી અન્ય કોઇ સંગઠનોએ નહીં પણ હોસ્પિટલમાં કામ કરતાં સ્ટાફે કરી છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિયેશન તરફથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર લખવામાં આવ્યો છે, અને તેમાં ફેસમાસ્કની ગંભીરતાની વાત સમજાવવામાં આવી છે. દેશના એકમાત્ર કેરળ રાજ્યમાં જ સરકારે માસ્ક વિના ફરતાં લોકોને જેલની સજાની જોગવાઇ કરવામાં આવી છે. આ પત્રમાં કેરળ સરકારનું ઉદાહરણ આપવામાં આવ્યું છે, અને સરકારને હજુ પણ વધુ કડક પગલાં લેવાની માંગણી કરી છે.

જાહેરમાં માસ્ક પહેરવાના ઉલ્લંઘનને ધ્યાનમાં લઈનેઆ એસોસિયેશને હોસ્પિટલના વિસ્તારો સહિતનાં જાહેર સ્થળોએ માસ્ક નહીં પહેરવાના ગુનામાં 10,000 રૂપિયાનો દંડ ભરવાનો સૂચવ્યો છે અને જણાવતાં કહ્યું છે, કે ઘણીવાર માસ્ક વગર વ્યક્તિ પકડાય તો અંતે તેને 1 મહિનાની જેલની સજા કરવામાં આવે. એસોસિયેશને જણાવતાં કહ્યું છે, કે સરકારે માસ્ક નહીં પહેરનારની સજા 200 રૂપિયા રાખી છે, જે વાસ્તવિક રીતે ખૂબ જ ઓછી છે, કારણ કે લોકો 200 રૂપિયા ભરીને છુટી જાય છે, પણ બીજા લોકો પર તેનું જોખમ વધારે છે.

આ એસોસિયેશને સરકારને એવી પણ માંગણી કરી છે, કે જ્યાં સામૂહિક રીતે લોકો ભેગાં થતાં હોય તેવા સ્થળોએ જેવાં, કે પાનના ગલ્લા, ચાની લારી તથા બાગ-બગીચામાં માસ્ક નહીં પહેરવાનું જોવામાં આવે છે, તેથી આવી જગ્યાઓને બંધ કરી દેવી જોઇએ અથવા તો તે પર કડક પગલાં લેવાં જોઇએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post