પ્રશંસનીય કામગીરી: નાની ઉંમરમાં આ દીકરીએ એવું કાર્ય કરી બતાવ્યું છે કે, ચારેબાજુ થઇ રહી છે વાહ વાહ!

ગુજરાતની દીકરીઓ હંમેશા કઈક નવું કરી બતાવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. કુલ 5 વર્ષ અગાઉ ગણેશ મહોત્સવ વખતે બાલારામ ફરવા માટે ગઇ હતી. જો કે,ત્યાં કેટલાંક લોકો POPનું મૂર્તિનું વિસર્જન કરી રહ્યાં હતા. ભગવાનની મૂર્તિઓની આવી સ્તિથી તેમજ અપમાન થતું જોઇને વિચાર આવ્યો હતો કે, શા માટે માટીની મૂર્તિઓ ન બનાવું તેમજ ત્યારપછી તો ભગવાન સહિત દેશના મહાનુભાવો તથા પશુ-પંખીઓની મૂર્તિઓ બનાવવાંની શરૂઆત કરી હતી.
આજદિન સુધીમાં 1,000 ઉપરાંત માટીની મૂર્તિઓ બનાવવામાં આવી છે તેમ વડગામ તાલુકામાં આવેલ પાંચડા ગામની દીકરી સુમનબેન કટારીયાએ કહ્યું હતુ. એવું કહેવામાં આવે છે કે, કોઇપણ કલાકાર કળાને સાથે લઇને જ જન્મતો હોય છે. તેને યોગ્ય માર્ગદર્શન મળે તો કળાને નિખાર મળી જતો હોય છે. કંઇક આવું જ ઉદાહરણ વડગામ તાલુકામાં આવેલ પાંચડા ગામની વતની તેમજ હાલમાં પાલનપુર પશુપાલન ખાતાની વસાતમાં રહેતી સુમન કટારીયા પુરૂ પાડી રહ્યા છે.
તેમણે કહ્યું હતુ કે, મને પેઇન્ટીંગમાં ખુબ રસ રહેલો છે. ઘરે રાત્રે મૂર્તિ જ બનાવું છું તેમજ માટીના લુવામાંથી અનેકવિધ પ્રકારની કૃતિઓ બનાવીને પર્યાવરણનું જતન કરીને માટીની મૂર્તિઓ બનાવું છું. જેમાં નખ, કાન, આંખો તથા મૂર્તિની કોતરણી કરવામાં આવે છે. સૌપ્રથમ તો ભારતના ઘડવૈયા બાબા સાહેબની મૂર્તિ બનાવવામાં આવી હતી.
ત્યારપછી મેં કેટલીક જેવી કે પશુ, પક્ષી, દેવી દેવતાઓ, નેતાઓની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે કે, જેમાં કોરોના મહામારીમાં લોકડાઉન આવ્યું ત્યારે ગણપતિ, રાધા કૃષ્ણ, આંબેડકર, APJ અબ્દુલ કલામ, મગર, મોર, જલપરી જેવી અનેકવિધ કલા આકૃતિઓ માટીમાંથી બનાવવામાં આવી હતી. આ કળા મારફતે ખેલ મહાકુંભમાંથી લઈને અનેકવિધ ક્ષેત્રોમાં નામના મેળવી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…