હાર્વર્ડમાંથી ઇકોનોમિકસની ડીગ્રી મેળવનારે ફેસબુકમાં અમિત શાહને કહ્યું ‘નોકરનો દીકરો’- તો સરકારે લગાવ્યો રાજદ્રોહ

Share post

હાલમાં જ એક ઘટના સામે આવી રહી છે. મણીપુરનાં રાજકીય કાર્યકર એરેન્ડ્રો લેઈચોંબમે અમિત શાહની લેઈશામ્બા સાનાજાઓબા સાથેનાં ફોટો ફેસબુક પર મૂકીને કરેલ કોમેન્ટને લીધે તેની સામે રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો  છે. રાજ્યસભામાં  તાજેતરની જ ચૂંટણીમાં ચૂંટાયેલ લેઈશામ્બા અમિત શાહને જયારે મળવા ગયા હતાં ત્યારે હાથ જોડીને ઝૂકીને તેમને પ્રણામ પણ કર્યા હતા.

મણિપુરમાં ભાજપની જ સરકાર છે. તેને જોતાં અમિત શાહની ઈચ્છાથી જ આ કેસ થયો છે, એ કહેવાની પણ જરૂર જ નથી.તેઓ મણિપુરના રાજા જ કહેવાય છે. એરેન્ડ્રોએ આ ફોટા પર મણિપુરી ભાષામાં કોમેન્ટ પણ લખી હતી કે, નોકરનો દીકરો. આવી કોમેન્ટને લીધે તેની સામે હાલમાં રાજદ્રોહનો કેસ થઈ ગયો છે. એરેન્ડ્રોએ હાર્વર્ડ યુનિવસટીમાંથી ઈકોનોમિક પોલિસીમાં ગ્રેજ્યુએશન કરેલું છે, તથા મણિપુરમાં રાજકીય ચળવળ પણ ચલાવી રહ્યાં છે.

વિશ્લેષકોનાં મત મુજબ, એરેન્ડ્રોએ કરેલ કોમેન્ટ અપમાનજનક છે, પરંતુ તેને લીધે તેની સામે રાજદ્રોહનો કેસ ન કરી શકાય. આ કોમેન્ટ લેઈશામ્બાના સંદર્ભમાં કરેલ છે. લેઈશામ્બા એ સાંસદ છે, પરંતુ સત્તામાં નથી એને જોતાં જ રાજદ્રોહની કલમ લગાવવાથી વધુ હાસ્યાસ્પદ કશું ન કહી શકાય. રાજદ્રોહનો કેસ કરીને સરકારે પણ એરેન્ડ્રોને વણજોઈતી પ્રસિધ્ધી અપાવી દીધી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post