સ્ટેટ બેંકે વ્યાજ દરમાં 0.05% ઘટાડો કર્યો, તમામ લોન સસ્તી થશે,જાણો વધુ…

Share post

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ મંગળવારે વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટ ઘટાડ્યા પછી બેંકે તેની તમામ સમયગાળાની લોનમાં 0.05% ઘટાડો કર્યો છે. રેપો રેટ એ દર છે, જેની પર બેંકોને RBI પાસેથી લોન મળે છે.

બેંકે નિવેદન બહાર પાડતાં કહ્યું કે, નવા દર બુધવારથી લાગુ થઈ જશે. બેંકના જણાવ્યા અનુસાર, એક વર્ષ માટેની મુદત માટે લઘુત્તમ વ્યાજ દર 0.05% ઘટાડીને 8.40% કરવામાં આવ્યો છે. માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં આ ઘટાડાને કારણે 10 એપ્રિલ 2019થી હોમ લોન પરના વ્યાજના દરમાં 0.20% ઘટાડો થઈ જશે.

6 જૂને, RBIએ રેપો રેટ 0.25%થી ઘટાડીને 5.75% કરી દીધો હતો. RBIએ આ વર્ષે સતત ત્રીજીવાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે અને આ દરમિયાન કુલ 0.75%નો ઘટાડો થયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post