પવિત્ર શ્રાવણ માસમાં જાણો શિવજી અને નંદી વચ્ચેની આ રહસ્યમય કથા…

Share post

હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસમાં ભગવાન શિવના જીવન સાથે સંકળાયેલ કથાનું વાંચન કરવાથી પણ ફાયદા થાય છે. શિવપુરાણમાં શિવના  જીવન પર આધારિત ઘણી કથાઓ લખેલ છે, જે આજના યુગમાં પણ આપણને પ્રેરણા આપી રહી છે. બધાં જ શિવાલયોમાં આપને શિવજીના મંદિરની બહાર નંદીની મૂર્તિ પણ જોઇ જ હશે. પરંતુ, શું આપને આ કથાની ખબર છે. શિવજી તથા નંદી વચ્ચેની આ કથા પવિત્ર શ્રાવણ માસમાં જાણો..

એક વખત ભગવાન શિવ હિમાલય પર ધ્યાન કરી રહ્યા હતા. ત્યારે જ તેમણે જોયું, કે ઘણાં લોકો ત્યાં આવી રહી રહ્યા છે. જેનાંથી, તેમણે નંદીને બોલાવીને કહ્યું, કે આ લોકોનો કહો કે અહીં આવવા પર પ્રતિબંધ રહેલો છે, તેથી તેઓ અહીંથી જતા રહે. નંદી એ શિવજીની આ વાતને ખુબ ગંભીરતાથી લીધી તથા અંદર પ્રવેશ કરી રહેલ લોકો યુદ્ધ કરવા લાગ્યા હતાં, અને તેમને ડરાવીને ત્યાંથી ભગાડી મૂક્યા છે.

ત્યારબાદ નંદીને લાગ્યું, કે ભગવાન તો મારા ખુબ વખાણ કરશે. તે આનંદમાં જ શિવજી પાસે ગયા. પરંતુ, તેનાથી ઊંધું થયું શિવજી તો નંદી પર ક્રોધિત થઇ ગયા, અને તેમણે કહ્યું, કે મેં તને ખાલી તેમને અહીં ન આવવા દેવાં માટે જ કહ્યું હતું. તેમાં તે લોકોની સાથે યુદ્ધ કરવાની તારે શું જરૂર હતી. તે કેમ મારી આજ્ઞાનું યોગ્ય રીતે પાલન ના કર્યું.

અહીં ઉલ્લેખનીય છે, કે નંદી એ શિવજીનું પ્રિય વાહન છે, તથા શિવજી હંમેશા ભ્રમણ માટે નંદીની જ સવારી કરે છે. શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે, કે શ્રાવણ મહિનામાં શિવપુરાણ તથા શિવજીના જીવનની આધારિત કથાનું પણ વાચન કરવું જ જોઇએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post