સરદાર સરોવર ડેમ થયો ખાલી, ધરોઈ ડેમના તળિયા દેખવા લાગ્યા. જાણો વિગતે

Share post

ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ઘટાડો થયો છે. ગુજરાતમાં વરસાદની અછતથી પાણીની ગંભીર કટોકટી સર્જાઇ છે. ડેમના તળિયા જોવા મળ્યા છે જેને કારણે ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં ભરચોમાસે અછત જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં માત્ર 23.83 ટકા જેટલો જ વરસાદ પડ્યો છે. જેમાં 29 તાલુકાઓ તો એવા છે જેમાં માત્ર બે ઇંચ વરસાદ પડ્યો છે.67 તાલુકામાં બેથી પાંચ ઇંચ જેટલો વરસાદ પડયો છે. જો જુલાઈ મહિનાના અંત સુધીમાં ૫૦ ટકા જેટલો વરસાદ નહીં પડે તો દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થઇ શકે છે.

છેલ્લા ૨૪ કલાકમાં ડેમની જળ સપાટીમાં ઘટાડો થયેલો જોવા મળ્યો છે. ડેમની જળ સપાટી ઘટીને 121 મીટર સુધી પહોંચી છે. હાલમાં ડેમમાં ઉપરવાસમાંથી 3708 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ ડેમમાં 1,399.17 MCM પાણીનો જથ્થો છે. રાજ્યમાં કુલ 204 ડેમ છે. જેની સ્થિતિની વાત કરીએ તો તેમાં હાલ માત્ર ૧૮ ટકા જ પાણી છે.

સૌરાષ્ટ્રની વાત કરી હતી કે વરસાદ ઓછો પડયો છે. જેના કારણે ડેમમાં સરેરાશ માત્ર 7.66 ટકા જ પાણી જોવા મળે છે. જ્યારે કચ્છના જળાશયમાં માત્ર 9.70 ટકા પાણી છે.તો ઉત્તર ગુજરાતના ડેમોમાં માત્ર 15.50 ટકા પાણી છે. ગત વર્ષ સુધીમાં વરસાદ ઓછો પડયો હોવાના કારણે પાણીની અછત ખૂબ જ વધુ જોવા મળે છે.

મહેસાણા ના ધરોઈ ડેમના તળિયા દેખાયા

મહેસાણા ધરોઈ ડેમના તળિયા દેખાઈ રહ્યા છે. ડેમમાં માત્ર 6.4 ટકા જ પાણીનો જતો બચ્યો છે. જેના કારણે છેલ્લા 10 દિવસમાં ડેમમાં 17.6 કરોડ ધનફૂટ પાણી ઘટયો છે. ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવક નહીવત થતાં ડેમ ખાલીખમ થઈ ગયો છે. ઉત્તર ગુજરાતના 14.4% લોકો ધરોઈ ડેમ નું પાણી પીવે છે. ત્યારે વરસાદ ખેંચાતા ઉતર ગુજરાતમાં પાણીને લઇ મુશ્કેલી પડી શકે છે.

વાવેતર કર્યું પણ વરસાદ નથી

સ્થિતિ એવી થઈ છે કે વરસાદની આશા એ ખેડૂતોએ વાવેતર કર્યો પરંતુ મેઘરાજા વરસ્યા જ નહીં. જેના કારણે ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે. સૂર્યદેવ ના વધુ પડતા પ્રકાશના કારણે કરેલું વાવેતર બળી જાય તેવી શક્યતા ઊભી થઈ છે. આ સમગ્ર ઘટના બાદ ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post