સરદાર સરોવર ડેમમાં પાણીનો ભયજનક વધારો થતા નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ સમગ્ર રાજ્યમાં થોડા સમયથી અતિભારે વરસાદ પણ પડી રહ્યો છે. અતિભારે વરસાદને કારણે તમામ નદીઓમાં નવાં નીરના આગમનની સાથે જ ઘણાં ચેકડેમો પણ ઓવરફલો થઈ ચુક્યા છે, ત્યારે હાલમાં એક મહત્વનાં સમાચાર સામે આવી રહ્યાં છે.

ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહેલ નર્મદા નદીમાં અતિભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં સરદાર સરોવર ડેમમાંથી કુલ 10 લાખ ક્યૂસેક કરતાં વધારે પાણી છોડવામાં આવતાંની સાથે જ નર્મદા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. સરદાર સરોવર ડેમને સંપૂર્ણપણે  ભરવામાં આવશે.

ઉપરવાસમાં અતિભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેને લીધે કુલ 11 લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમમાં આવી રહ્યું છે. રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સંબોધનમાં આ જાણકારી આપી છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતી વખતે જણાવતાં કહ્યું હતું, કે કુલ 138 મીટરની સર્વોચ્ચ સપાટી સુધી સરદાર સરોવર ડેમને સંપૂર્ણપણે ભરવામાં આવશે.

હાલમાં નદીમાં કુલ 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અતિવૃષ્ટિમાં નિયમ મુજબ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આની પહેલા પણ સપ્ટેમ્બર મહિનામાં પણ ડેમ સંપૂર્ણપણે ભરવામાં આવ્યો હતો.આગળ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવતાં કહ્યું હતું, કે લોકોને સમસ્યા ન પડે એટલે ઓછું પાણી છોડી રહ્યા છીએ.

આવતીકાલથી ડેમમાં વધુ પાણી ભરવાની પરવાનગી મળશે. અમે સંપૂર્ણ સ્થિતિ પર ધ્યાન રાખી રહ્યા છીએ.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાલમાં રાજ્યને ચોમાસાની અપડેટ આપતા જણાવતાં કહ્યું હતું, કે મધ્યપ્રદેશથી છોડવામાં આવેલ પાણી સરદાર સરોવર ડેમમાં આવી રહ્યું છે. કુલ 11 લાખ ક્યુસેક પાણી સરદાર સરોવર ડેમમાં આવી રહ્યું છે. કુલ 10 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post