સરગવાનું વાવેતર કરી દસ વર્ષ સુધી લાખોની કમાણી કરી શકો છો- જાણો કેવી રીતે?

Share post

બદલતા પરિવેશમાં પરંપરાગત ખેતી ઉપરાંત રોકડિયા પાક ને ઉગાડીને સારી આવક મેળવી શકાય છે .હાલમાં સરગવોની ખેતી પર લોકોનું ફોકસ ઝડપથી વધી રહ્યું છે .તેના માટે આપણે વધુ મોટી જમીન નથી જોઇતી તેની ખેતી કરવાના 10 મહિના બાદ એક એકરમાં એક લાખ રૂપિયા કમાઈ શકાય છે. સરગવો એક મેડીસીનલ પ્લાન્ટ છે .ઓછા ખર્ચે તૈયાર થનારા પાકની ખાસિયત છે કે તેની એકવાર વાવણી કર્યા બાદ ચાર વર્ષ સુધી વાવણી નથી કરવી પડતી.

દવા બનાવવામાં થાય છે ઉપયોગ
સરગવો એક ઔષધી છોડ પણ છે .આવા છોડો ની ખેતી ની સાથે તેનું માર્કેટિંગ અને નિકાસ પણ કરવી સરળ થઈ જાય છે .ભારત ઉપરાંત સમગ્ર દુનિયામાં યોગ્ય પદ્ધતિથી ઉછેરવામાં આવતી મેડિસિનલ કોપની ઘણી ડિમાન્ડ રહે છે.

સરગવો સામાન્યત: દરેક જગ્યાએ થાય છે, પરંતુ રેતાળ તથા ગોરાડુ ફળદ્રુપ જમીન ખૂબ જ અનુકૂળ છે. સામાન્ય રીતે શેઢાપાળાની પડતર જમીન, મધ્યમ કાળી, બેસર પ્રકારની સારા નિતારવાળી જમીન અનુકૂળ છે. જમીનમાં સેન્દ્રિય તત્વો વધુ પ્રમાણમાં હોય તો વધુ માફક આવે છે. સરગવો નદી-ઝરણાંની રેતાળ જમીનમાં પણ ઉગાડી શકાય છે.

હવામાન
ગરમ અને ભેજવાળુ સમશીતોષ્ણ હવામાન ખૂબ જ અનુકૂળ છે. વધુ પડતી ગરમી કે ઠંડી ઝાડની વૃદ્ધિ અને વિકાસને અવરોધે છે.

સરગવો ની ખેતી

તે ગરમ વિસ્તારોમાં સરળતાથી ઉડી શકે છે .તેને વધુ પાણીની પણ જરૂર નથી .તેનું ફૂલ ખીલવા માટે 25થી 30 ડીગ્રીના તાપમાનની જરૂર હોય છે .એ સુકી કે ચીકણી માટીમાં સારી રીતે વિકસે છે .પહેલા વર્ષ બાદ એક વર્ષમાં બે વાર ઉત્પાદન થાય છે અને સામાન્ય રીતે છોડ દસ વર્ષ સુધી સારું ઉત્પાદન આપે છે.

સમગ્ર હિસ્સાનો થાય છે ઉપયોગ
સરગવો નો લગભગ દરેક હિસ્સો ખાવાલાયક હોય છે. તેની પતાઓ ને પણ તમે સલાડ તરીકે ખાઈ શકો છો .સરગવો ના  પતા, ફૂલ અને ફળ પણ ઘણા પોષક હોય છે .તેમાં ઔષધીય ગુણ હોય છે .એના બીજમાંથી તેલ પણ નીકળે છે.

એક એકરમાં લગભગ 1200 છોડ ઉગાડી શકાય છે. તેના પાછળ 50થી 60 હજાર રૂપિયા થાય છે માત્ર પતા વેચીને તમે વર્ષે ૬૦,૦૦૦ રૂપિયા કમાઈ શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post