સિંચાઈ વિભાગની બેદરકારીને લીધે સાપુતારામાં ૧ર કરોડનાં ખર્ચે બનેલા તળાવમાં લીકેજથી પાણી છોડી દેવું પડયું

રાજ્યનાં એકમાત્ર ગિરીમથક સાપુતારા ખાતે સિંચાઈ વિભાગ દ્વારા અંદાજે ૧ર કરોડનાં ખર્ચે નિર્માણ કરેલા તળાવમાં ક્ષતિ રહી જતાં તળાવમાંથી ૧૭ કરોડ લીટર પાણી છોડી મુક્તા સાપુતારામાં ચાલુ ચોમાસામાં ઓછા વરસાદનાં કારણે પ્રવાસન ઉદ્યોગ પર માઠી અસર પડવાની નોબત ઉભી થવાની શક્યતા નકારી શકાતી નથી.
મળતી માહિતી અનુસાર રાજ્યનું એકમાત્ર ગિરીમથક સાપુતારા દિન પ્રતિદિન પ્રવાસીઓથી ઉભરાય રહ્યું છે. રાજ્યનાં પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધાઓ વધારતા હોટલ ઉદ્યોગ સહિત નાના-મોટા ધંધાર્થીઓને ઘર આંગણે રોજગારીની તકો ઉભી કરી છે. આ સાથે જ સાપુતારામાં પાણીની સમસ્યા ન સર્જા તે માટે વર્ષ ર૦૧૧માં નવા તળાવ બનાવવાની દરખાસ્ત કરાઈ હતી. ર૦૧૭માં અંદાજે ૧ર કરોડની માતબર રકમનાં ખર્ચે કરી તળાવનું નિર્માણ કરાયું હતું.
આ તળાવમાં વર્ષ ર૦૧૭માં ૮રપ મીટર સુધી પાણીનો ભરાવો થયો હતો. ત્યારબાદ વર્ષ ર૦૧૮માં ૮૩૫ મીટર સુધી પાણી સંગ્રહ કરાતા તળાવમાંથી પાણી લીકેજ થથાં ઈજારદાર ડી.એચ.વી.ઈન્ડિયા પ્રા.લિ. (મુંબઈ) દ્વારા નિર્માણ કાર્યમાં ઉતારેલી વેઠ ખુલવા પામી હતી. તળાવનાં નિર્માણ કાર્યમાં જે તે સમયે ફરજ બજાવતાં અ.મ.ઈ.-એસ.ઓ. અને ટેકનીકલ સ્ટાફ સામે ખાતાકીય તપાસ શરૃ કરાઈ હતી.
ત્યારબાદ હાલનાં ડાંગ કાર્યપાલ ઈજનેર રાજ્યમાં નબળું ચોમાસું હોવા છતાં કોઈપણ ગંભીર પરીસ્થિતિને ધ્યાને લીધા વગર સાપુતારા ખાતે બનેલા નવા તળાવમાંથી ૧૭ કરોડ લીટર સંગ્રહ થયેલું પાણી છોડી મુક્તા સમગ્ર પાણી મહારાષ્ટ્રમાં વહી જતાં ગુજરાતની જનતાનાં પરસેવાનાં પૈસાથી બનેલા તળાવનો લાભ મહારાષ્ટ્રને થતા ડાંગ સિંચાઈ વિભાગનો અણધડ વહીવટ ઉડીને આંખે વળગે તેવો જણાય રહ્યો છે.
હાલ સાપુતારા ખાતે જુલાઈની આખરી તારીખ નજીક છે. છતાં સર્પગંગા તળાવમાં નહીવત પાણી સંગ્રહ થયું છે. નવા તળાવમાં સંગ્રહ થયેલું પાણી નજીકની શૈક્ષણિક સંસ્થાઓ સહિત હોટલ સંચાલકો ઉપયોગમાં લેતા હતા, હાલ નવા તળાવમાં થયેલી ક્ષતિને દૂરસ્ત કરવા પાણીની અછતની કોઈપણ પરિસ્થિતિનો તાગ મેળવ્યા વગર પાણી છોડી મુકાતા આગામી દિવસોમાં સાપુતારા ખાતે પાણીની તીવ્ર અછત સર્જાતા હોટલ સહિત પ્રવાસન ઉદ્યોગને ભારી ફટકો પડવાની સંભાવના ઉદ્યોગને ભારી ફટકો પડવાની સંભાવના જણાય રહી છે.
આ સંજોગોમાં જીલ્લા કલેકટર એન.કે.ડામોર દ્વારા નબળા ચોમાસાને ધ્યાને લીધા વગર સિંચાઈ વિભાગ દ્વારા તળાવ ખાલી કરવાનાં લીધેલા નિર્ણય અંગે ખુલાસો માંગવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…