અયોધ્યા રામ મંદિર નિર્માણમાં આ નદીની રેતીનો કરવામાં આવશે ખાસ ઉપયોગ- જાણો શું છે મહત્વ

Share post

હાલમાં અયોધ્યામાં રામ મંદિરનાં નિર્માણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 5 ઑગષ્ટનાં રોજ રામ જન્મભૂમિનો કાર્યક્રમ છે. આની સાથે જ ભવ્ય રામ મંદિરનાં નિર્માણનું કામ પણ શરૂ થઈ જશે. ભૂમિ પૂજનમાં નક્ષત્રથી લઇને બધી જ માન્યતાઓનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. ગયાની ફલ્ગુ નદીની રેતીનું પણ રામ મંદિરની આધારશિલામાં ઉપયોગ કરવામાં આવશે.

રામ મંદિર ભૂમિ-પૂજન દરમિયાન ગર્ભગૃહની અંદર પણ ચાંદીની કુલ 5 ઈંટોનો ઉપયોગ કરવામાં આવશે. હિંદુની માન્યતાઓ મુજબ આ કુલ 5 ઈંટો એ નક્ષત્રોનું પ્રતીક હશે. માનવામાં આવી રહ્યું છે, કે અભિજીત મુહૂર્તમાં ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો એ જ મુજબ ભૂમિ-પૂજનનો સમય પણ નક્કી કરવામાં આવેલ છે.

વિશ્વ વિખ્યાત મોક્ષ ભૂમિ ગયાથી પણ ભગવાન શ્રીરામનું જોડાણ છે. જેથી અહીંની પવિત્ર ભૂમિ ફાલ્ગુ નદીની રેતીનો ઉપયોગ પણ મંદિરમાં કરવામાં આવી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે, કે ફલ્ગુનાં તટ પર ભગવાન શ્રીરામે પોતાના ભાઈ લક્ષ્મણ અને સીતાની સાથે પિતા રાજા દશરથની આત્માની મુક્તિને માટે પિંડદાન કર્યું હતુ. આ જ કારણ છે, કે ફલ્ગુ નદીની રેતીનો ઉપયોગ અયોધ્યામાં બનવા જઇ રહેલ ભગવાન શ્રીરામનાં મંદિરમાં કરવામાં આવી રહ્યો છે.

ગયામાં વિશ્વ હિંદૂ પરિષદનાં વિભાગ કારકૂન પુરોહિત પ્રમુખ પ્રેમનાથ ટઇયાએ જણાવતાં કહ્યું કે, તેમને એ જાણકારી મળી હતી, કે અયોધ્યાનાં મંદિર નિર્માણમાં કુલ 7 દરિયાનું પાણી, દેશની બધી જ ધાર્મિક નદીઓનું પાણી, પ્રમુખ ધામોની માટી અને ફલ્ગુ નદીની રેતીનો પણ ઉપયોગ કરવામાં આવશે. પ્રેમનાથ ટઇયાએ એ પણ જણાવ્યું હતું, કે ફલ્ગુ નદીની રેતી લગભગ માત્ર્ર 1 મહિના અગાઉ જ અયોધ્યા મંગાવી લેવામાં આવી હતી. તેમણે એ પણ જણાવ્યું હતું, કે ગયા ધામથી સવા કિલો ચાંદીની ઈંટો પણ અયોધ્યામાં મોકલવામાં આવી રહી છે.

અહીં ઉલ્લેખનીય છે, કે ગયાથી પસાર થતી ફલ્ગુ નદી પર મોટા પ્રમાણમાં લોકો પોતાના પૂર્વજોની મોક્ષની પ્રાપ્તિ માટે પિંડદાન પણ કરે છે. ઘણાં લોકો ફલ્ગુ નદીની રેતીનાં પિંડ બનાવીને જ પોતાના પૂર્વજોને માટે કામના કરે છે. હવે આ જ નદીની રેતીને અયોધ્યાનાં રામ મંદિરમાં પણ લગાવવામાં આવી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post