સમોસા વેચતી કંપનીને ૧૯ કરોડ રૂપિયા રોકાણ પેટે મળ્યા, અન્ય શહેરોમાં પણ વેપાર વધારશે

Share post

નાસ્તાનો વેપાર કરતી કંપની સમોસા સિંહને સિરીઝે રાઉન્ડમાં ૧૯ કરોડ રૂપિયા રોકાણ ફંડ મળ્યું છે. કંપની આ રોકાણ સાથે પોતાના વેપારનો વિસ્તાર કરવા આગળ વધશે.

બેંગ્લોર આધારિત આ કંપનીમાં રોકાણ કરવા જાપાની કંપનીઓ એ પણ રસ દાખવ્યો હતો. ઈટીએફ ફંડ અને એએલ ટ્રસ્ટ જેવી જાપાની કંપનીઓ એ પણ આ ધંધામાં પૈસા રોકવા ભાગ લીધો હતો.

કંપની આ નવા રોકાણ સાથે પોતાના ઓપરેશનો અને ઉત્પાદન ને આગળ વધારશે. આ સાથે જ કંપની હવે અન્ય શહેરોમાં પણ પોતાનો ધંધો ફેલાવશે. કંપની cloud kitchen દ્વારા ઝડપી ડીલીવરી ને પણ આગળ વધારશે.

સમોસા સિંહ કંપનીની સ્થાપના 2016માં શેખર વીરસિંહ અને નિધિ સિંહ દ્વારા કરવામાં આવી હતી. સમોસા સિંહ હાલમાં બેંગ્લોર અને હૈદ્રાબાદ માં પોતાનો ધંધો ચલાવી રહ્યા છે. કંપની હવે દક્ષિણ ભારત તરફ ઝડપી આગળ વધી રહી છે.

સમોસા સિંહની સંસ્થાપક નિધિ સિંહ કહે છે કે,

અમે એક દિવસમાં ૨૫ હજાર ઑર્ડર સર્વ કરીએ છીએ અને આ સંખ્યાને હજી વધારવા કામ કરી રહ્યા છીએ.

ચોક્કસ રણનીતિ સાથે આગળ વધતી કંપનીએ સિનેમાઘરો જેવા કે આઇનોક્સ, પીવીઆર અને કાફે કોફી ડે જેવા કાફે સાથે પણ પાર્ટનરશિપ કરી લીધી છે. આ સાથે જ કંપનીએ બેંગલોર એરપોર્ટ પર પોતાનો એક સ્ટોર પણ ખોલી રાખ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post