ખેડૂતોના મો સુધી પહોંચેલો કોળીયો મેઘરાજાએ એક સેકન્ડમાં છીનવી લીધો – ગણતરીની મીનીટોમાં તૈયાર થયેલો પાક…

Share post

અતિભારે વરસાદને કારણે ખેડૂતોને ખુબ જ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં શામળાજી, માલપુર, મેઘરજ, મોડાસા તાલુકામાં વાવાઝોડાની સાથે વરસાદ વરસ્યો હતો. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલ આગાહી પછી અરવલ્લી જીલ્લામાં ગત મોડી સાંજથી હવામાનમાં બદલાવ જોવા મળ્યો હતો. અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં આવેલ શામળાજી પંથકમાં ગાજવીજ તથા પવનની સાથે અતિભારે વરસાદ પડતાં વિસ્તારમાં મગફળી, મકાઈ સહિત કેટલાંક પાકોને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. જેને કારણે ખેડૂતોને મસમોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

ખેડૂતોએ ચાલુ ખરીફ સીઝનમાં કુલ 2 લાખ હેક્ટર જમીનમાં ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેનાં પૈકી ભિલોડા તાલુકામાં કુલ 7,155 હેકટર જમીનમાં મગફળી તથા કુલ 10,434 હેકટરમાં, મકાઈનું કુલ 423 હેકટરમાં કપાસ, અડદ સહીત કેટલાંક પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતુ. આની વચ્ચે અચાનક આવેલ વરસાદે ખેડૂતોના પાકને ભીંજાવી દેતાં પાક ઘાસચારામાં પણ કામ લાગે એવો રહ્યો નથી. જેને લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયાં છે તથા સરકાર દ્વારા સર્વે કરીને યોગ્ય વળતર આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી રહી છે.

વાવાઝોડાની સાથે પડેલ પાછોતરા વરસાદને લીધે અરવલ્લી જીલ્લાનાં ભિલોડા તાલુકામાં આવેલ શામળાજી પંથકમાં વરસાદે ખેડૂતોના મો માં આવેલ કોળિયો છીનવી લીધો છે. જગતનો તાત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. ગત મોડી રાત્રીએ હવામાનમાં આવેલ પલટા પછી શામળાજી પંથકમાં આવેલ વેણપુર, શામળપુર, ખારી, ખેરંચા, રંગપુર સહિત કેટલાંક વિસ્તારોમાં વાવાઝોડાની સાથે જ અતિભારે વરસાદ પડ્યો હતો.

જેને કારણે ખેડૂતોએ પોતાના ખેતરોમાં સુકાવવા માટે મુકેલ તૈયાર પાક મગફળી, મકાઈ સહિત કેટલાં પાકો ભીનાં થઈ જતા ખેડૂતોને મસમોટું નુકશાન થયું છે. રમીલાબેન પટેલ પોતાની આપવીતી જણાવતાં કહે છે કે, પાક તો સારો થયો હતો બાદમાં વરસાદ પડતા તમામ પાક નાશ પામ્યો છે. મારે મજૂરી આપવાના પૈસા પણ નથી મળતા. સરકાર સહાય કરે તો સારૂં.

ખેતરમાં પડેલ ઘાસચારો પણ પલળી ગયો છે. આની સાથે જ બાબુલાલ પટેલ જણાવતાં કહે છે કે, કુલ 10 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું. જેનો પાક કાપીને તૈયાર હતો પણ જે વવાઝોડા સાથે વરસાદ આવ્યો એને લીધે બધો પાક પલળી ગયો છે. મોં માં આવેલ કોળિયો છીનવાઇ ગયો છે. આ બાબતે સરકારને ઘ્યાન આપે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post