રુપાણી સરકારને ખેડૂતોના પાકવીમા માટે પૈસા નથી અને અધિકારીઓને ગાડીઓ ખરીદવા આપે છે એડવાન્સ રૂપિયા

Share post

આ વર્ષે ગુજરાતમાં કમોસમી વરસાદ વાવાઝોડા જેવા કુદરતી પરિબળોને કારણે ખેડૂતોનો કિંમતી પાક ધોવાઈ ગયો અથવા તો બરબાદ થયો ત્યારે ખેડૂતો પાક વીમા માટે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો ધરણા પર બેસી રહ્યા છે પરંતુ સરકારના પેટનું પાણી હલતું નથી માત્ર ખેડૂતોની વેદના ઉપર સરકાર મીઠું ભભરાવીને તેમને હળવા ડામ દઇ રહી છે. ત્યારે વળી બીજી તરફ પાક વીમાની રકમ ન અપાવી શકનાર પાણી વિનાની રૂપાણી સરકાર હવે સરકારી કર્મચારીઓ ઉપર ઓળઘોળ થઇ રહી હોવાના માહિતી મળી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતની રૂપાણી સરકાર હવે ગુજરાત સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને ગાડી ખરીદવા માટે હવે 10 લાખ રૂપિયા અને દ્વિચક્રી વાહન ખરીદવા માટે 75,000 રૂપિયા એડવાન્સ પેટે આપવા હરખ પદૂડી થઈ છે. જોકે આમ પણ ગુજરાતમાં નેતાઓનું કાંઈ ઉપજતું નથી. અંગૂઠાછાપ અને વહીવટીય જ્ઞાનના અભાવે ગુજરાતમાં અધિકારીઓ જ શાસન કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે, કારણ કે પોતાના વિસ્તારની સમસ્યાઓ નિવારવા રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ વટથી આદેશોનું પાલન કરતા નથી ત્યારે બુદ્ધિનું વરવું પ્રદર્શન કરનારી રૂપાણી સરકારના આ નિર્ણયની ક્યાંક પ્રશંસા તો ક્યાંક ટીકા પણ થઈ રહી છે.

જો કે આપને જણાવી દઇએ કે, ગુજરાતના 182 ધારાસભ્યમાંથી 30 ધારાસભ્ય 12 પાસ, 44 ધારાસભ્ય 10 પાસ અને 15 ધારાસભ્ય 8 પાસ છે જ્યારે 15 ધારાસભ્ય તેનાથી પણ ઓછું ભણેલા છે. જોકે, 60 ધારાસભ્ય ગ્રેજ્યુએટ અને 9 પોસ્ટ ગેજ્યુએટ સુધી ભણ્યા છે. 8 ધારાસભ્યે ડિપ્લમા અને 1 ધારાસભ્યે સર્ટિફિકેટ કોર્ષ કરેલો છે. ધારાસભ્યમાંથી મંત્રી બનેલા 7 માત્ર ધોરણ-10 સુધી ભણેલા છે, 1 ધોરણ-12 પાસ, 2 ધો-8 પાસ જ્યારે 1 માત્ર ધોરણ-5 પાસ છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આર્ટ્સમાં સ્નાતક થયા બાદ LLBનો અભ્યાસ કર્યો છે જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીની કૉલેજમાં એસવાયબીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post