PM કિસાન યોજનામાં મોટો ગોટાળો- ખેડૂતોના નામે 1364 કરોડ રૂપિયા બીજાઓને ગયા!

Share post

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Scheme) લગભગ 20.48 લાખ અયોગ્ય/અપાત્ર લોકોને 1,364 કરોડ રૂપિયાની રકમ આપી દીધી છે. કૃષિ મંત્રાલયે (Agriculture Ministry) એક આરટીઆઈ (RTI) અંતર્ગત આપેલા જવાબમાં આ વાતનો ખુલાસો કર્યો છે. આમ ખોટી રીતે લાભ ઊઠાવનારાઓમાં સૌથી વધારે પંજાબ (Punjab)ના ખેડૂતો છે.

કેન્દ્ર ની મોદી સરકાર દ્વારા વર્ષ 2019 માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજના શરૂ કરવામાં આવી હતી અને આ અંતર્ગત સીમાંત અથવા નાના ખેડૂત અથવા જેની પાસે બે હેક્ટરથી ઓછી ખેતીની જમીન છે તેઓને વર્ષમાં ત્રણ સમાન હપ્તામાં કુલ છ હજાર રૂપિયા મળે છે.

આરટીઆઈ અરજીના જવાબમાં કેન્દ્રીય કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું કે અયોગ્ય લાભાર્થીઓની બે કેટેગરી ઓળખી કાઢવામાં આવી છે, જેમાં પ્રથમ ‘બિન-લાયકાત ધરાવતા ખેડુતો’ અને બીજી શ્રેણી ‘આવકવેરા ખેડૂત’ છે. કોમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનિશિયેટિવ (સીએચઆરઆઈ) સાથે જોડાયેલા આરટીઆઈ અરજદાર વેંકટેશ નાયકે સરકાર પાસેથી આ આંકડાઓ મેળવ્યા હતા. તેમણે કહ્યું કે, “લાયકાત વગરના અડધા (55.58 ટકા) લાભાર્થીઓ ‘આવકવેરા ભરનારા’ વર્ગમાં છે.

સાતમાં હપતા અંતર્ગત 2,000 રૂપિયા ટ્રાન્સફર
આ યોજના કેન્દ્ર સરકારે 2019માં લૉન્ચ કરી હતી. આ એ ખેડૂતોને આપવામાં આવે છે જેમની પાસે 2 હેક્ટર સુધી જ જમીન હોય છે. સરકારે અત્યારે હાલમાં જ 25 ડિસેમ્બરના આ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતોના ખાતામાં સાતમાં હપતા અંતર્ગત 2,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આરટીઆઈના જવાબમાં કેન્દ્રીય કૃષિ મંત્રાલયે જણાવ્યું કે, અયોગ્ય લાભાર્થીઓની 2 શ્રેણીઓની ઓળખ કરવામાં આવી, જેમાં પહેલી લાયકાત પૂર્ણ ના કરનારા ખેડૂતો છે, જ્યારે બીજી શ્રેણી આવકવેરો ભરનારા ખેડૂતો છે. આરટીઆઈ અરજદાર વેંકટેશ નાયકે આ આંકડા સરકારથી પ્રાપ્ત કર્યા.

55.58 ટકા આવકવેરા ભરનારની શ્રેણીમાં
તેમણે કહ્યું કે, અયોગ્ય લાભાર્થીઓમાં અડધાથી વધારે (55.58) આવકવેરા ભરનારની શ્રેણીમાં છે, બાકી 44.41 ટકા એ ખેડૂતો છે જેઓ યોજનાની લાયકાત પૂર્ણ નથી કરતા. આરટીઆઈ અરજદાર વેંકટેશ નાયકે જણાવ્યું કે, તેમને મીડિયાની માહિતીથી ખબર પડી કે આવા અયોગ્ય લોકો પાસેથી પૈસા પાછા લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

એક રિપોર્ટ પ્રમાણે નાયકે કહ્યું કે, માહિતીનો અધિકાર અધિનિયમ – 2005 અંતર્ગત પ્રાપ્ત માહિતીથી જાણવા મળે છે કે વર્ષ 2019માં શરૂ થયેલી પીએમ કિસાન યોજના અંતર્ગત જુલાઈ 2020 સુધી અપાત્ર લાભાર્થીઓને 1,364 કરોડ રૂપિયા ચુકવણી કરવામાં આવી.

આ રાજ્યોમાં સૌથી વધારે અયોગ્ય લાભાર્થીઓની સંખ્યા
આરટીઆઈ પ્રમાણે અયોગ્ય લાભાર્થીઓની મોટી સંખ્યા પાંચ રાજ્યો પંજાબ, આસામ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં છે. નાયકે જણાવ્યું કે, “આ યાદીમાં સૌથી વધારે 23.16 ટકા (4.74 લાખ) પંજાબના ખેડૂતો છે. ત્યારબાદ આસામ અને મહારાષ્ટ્રના ખેડૂતોના નામ છે. આ ત્રણેય રાજ્યોમાં કુલ મળીને આવા લગભગ 54 ટકા કેસ જોવા મળ્યા છે.


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…