સમુદ્રની વચ્ચે તરી રહ્યો છે આ તબેલો, જ્યાં રોબોટ કાઢે છે ગાયોનું દૂધ, જાણો કેવી-કેવી છે અધતન ટેક્નોલીજી…

Share post

દુનિયામાં રોજ કેટલીક એવી ઘટનાઓ બનતી રહેતી હોય છે કે, જયારે આપણે એના વિશે સાંભળીએ તો આપણને સૌપ્રથમ તો આ વાત પર વિશ્વાસ ન આવે પણ જયારે આ ઘટનાને નજરે જોઈએ ત્યારે જ એના પર વિશ્વાસ આવતો હોય છે.હાલમાં પણ આવી જ એક ઘટના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યાં છે. નેધરલેન્ડમાં આવેલ રોટરડમમાં બંદરગાહ પર સમુદ્રમાં કરવામાં આવ્યું છે તબેલાનું નિર્માણ…

આ તબેલો એટલો વિશાળ છે કે, એમાં આરામથી કુલ 40 ગાયો ને સાચવીને રાખી શકાય છે. હાલમાં અહીં કુલ 35 ગાયો રહેલી છે. નેધરલેન્ડમાં આવેલ રોટરડમમાં દુનિયાનું સૌપ્રથમ તરતુ ડેરી ફાર્મ બનાવવામાં આવ્યું છે. આ ડેરી ફાર્મમાં દરરોજ કુલ 800 લિટર દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે. આ તબેલાની બીજી એક વિશેષતા એ પણ છે કે, અહીં દૂધ કોઈ માણસો દ્વારા નહી પણ રોબોટ દ્વારા દોહવામાં આવે છે.આ ડેરી ફાર્મ ડચ પ્રોપર્ટી કેપની બેલાડો દ્વારા તૈયાર કરવામાં આવેલુ છે.

આ ફાર્મ આખાં શહેરમાં રહેલ દૂધની અછતને પૂરી કરવાનું કામ કરે છે. આ સમુદ્રમાં આવેલ તબેલામાં પહોંચવા માટે વચ્ચે એક માર્ગનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેની સહાયતાથી આપ સરળતાથી તબેલાથી બંદરગાહ પર તેમજ બંદરગાહ પરથી તબેલા પર અવર-જવર કરી શકો છો.આ તબેલાની સાર-સંભાળ રાખતાં જનરલ મેનેજર આલ્બર્ટ બેરસને જણાવતાં કહ્યું કે , આ ગાયોને રોટરડમની ફૂડ ફેકટરીમાંથી નીકળતાં વેસ્ટ પ્રોડકટનો ચારો બનાવીને આપવામાં આવે છે. આની ઉપરાંત આ ગાયોનાં ચારા માટે રેસોરાં તેમજ કેફેની વેસ્ટ પ્રેડકટનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

આ તબેલામાં સોલાર પેનલનો ઉપયોગ કરીને વીજળી પણ પેદા કરવામાં આવે છે. આની ઉપરોકત તબેલામાં જે ગાયોનું છાણ એકત્ર થાય છે એનો ગોબર ગેસ બનાવવાં માટે ઉપયોગ કરવામાં આવે છે. આ તબેલા બાબતે ટીપ્પણી કરતાં સંયુકત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનનાં વડા ડો. ફ્રેન્ટન બીડ જણાવતાં કહે છે કે, આ ફાર્મ કરતાં શહેરનાં ફાર્મ વધારે પડતાં સારાં હોય છે. કારણકે એમાં ફર્ટીલાઈઝર અને પેસ્ટીસાઈડનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post