સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં ગાજરથી ભરેલો ટ્રક કાર પર પલટી મારતા સર્જાયો ગંભીર અકસ્માત
માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. બિહારનાં પાટનગર પટનામાં એક દંપત્તિને ‘રામ રાખે એને કોણ ચાખે’ કહેવત સાચી સાબિત થઈ હોય એવું જણાઈ રહ્યું છે. પટનામાં આવેલ ગર્દનીબાથ ફ્લાયઓવર પર શનિવાર મોડી રાત્રે ગાજરથી ભરેલી ટ્રક કાર પર પલટી મારી ગઈ હતી. સારી બાબત એ છે કે, કારમાં સવાર દંપતી સમયસર કારથી બહાર આવી જતાં મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ હતી.
ટ્રક પલટી મારી જવાને લીધે કાર ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. ઘટનાસ્થળ પર હાજર રહેલ લોકોના જણાવ્યા પ્રમાણે, ગાજર ભરીને જઈ રહેલ ટ્રક અનીસાબાદથી મીઠાપુર શાક માર્કેટ બાજુ જઈ રહી હતી ત્યારે ટ્રક ચાલક નિયંત્રણ ગુમાવી બેસતા જેને લીધે ટ્રક અનિયંત્રિત થઈને ફ્લાઇઓવર પર કાર પર પલટી મારી ગઈ હતી. મળી રહેલ જાણકારી પ્રમાણે કારમાં પતિ-પત્ની સવાર હતા પણ બંનેનો આબાદ બચાવ થયો છે.
કારની પાછળ પેટ્રોલિંગ પોલીસની ગાડી આવી રહી હતી. દુર્ઘટના થતી જોઈને ત્યાંથી પસાર થઈ રહેલ લોકો તથા પોલીસ પેટ્રોલિંગ ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન ટ્રક ચાલક ભાગી થવામાં સફળ રહ્યો હતો. જ્યારે કારમાં સવાર પતિ-પત્ની દુર્ઘટનાનું દૃશ્ય જોઈને ધ્રૂજી રહ્યા હતા. પોલીસે ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને કરી હતી. સૂચના મળ્યા પછી ટ્રાફિક પોલીસ ક્રેનની સાથે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.
મોડી રાત સુધી પલટાયેલી ટ્રકને હટાવવામાં પોલીસ લાગી ગઈ હતી. ઘટનાસ્થળ પર એકઠા થયેલ લોકો ભગવાનનો આભાર માની રહ્યા હતા. તેમનું જણાવવું હતું કે, ભગવાને પતિ-પત્નીનો જીવ બચાવી લીધો કારણે કે, અકસ્માત ખૂબ ભયંકર હતો. ટ્રકની નીચે કાર બિલકુલ દબાઈ ગઈ હતી. ગર્દનીબાગ પોલીસના અધિકારીએ કહ્યું હતું કે, અકસ્માતમાં કાર સવાર દંપતીનો બચાવ થયો છે. ગાડી નંબરના આધાર પર ફરાર ટ્રક સવારની તપાસ કરવામાં આવી રહી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…