આ વ્યક્તિએ રૂપિયા અને હથિયારના દમ પર કરાવી ૮ લાખ લોકોની હત્યા, 25 વર્ષે પકડાયો

Share post

ફ્રાન્સમાં સંતાયેલા આફ્રિકાના મોસ્ટ વોન્ટેડ મેનને પકડવામાં  આવ્યો છે. આ વ્યક્તિનું નામ છે ફેલીસીએન કબુગા. આઠ લાખ લોકોની હત્યા પાછળ ફેલીસીએન કબુગાનો હાથ માનવામાં આવે છે આવો જાણીએ પૂરો મામલો.

આફ્રિકાના રવાન્ડામાં ૧૯૯૪માં ભીષણ નરસંહાર થયો હતો.  આ દરમિયાન આઠ લાખથી વધારે લોકો માર્યા ગયા હતા. આ નરસંહાર માટે ફેલીસીએન કબુગા એ આર્થિક સહાય કરી હતી અને પોતાની કંપની દ્વારા અત્યારની સપ્લાય પણ કરાવી હતી. કોઈ સમયમાં તે રવાડા નો સૌથી અમીર વ્યક્તિ પણ હતો.

ડેલી મેલના રિપોર્ટ અનુસાર ફેલીસીએન કબુગા ખોટી ઓળખ સાથે પેરિસમાં રહ્યો હતો.  તે છેલ્લા ૨૫ વર્ષથી પોલીસ થી ભાગી રહ્યો હતો. પરંતુ ૧૬ મેના રોજ પેરિસના નજીક આવેલા શહેરમાંથી પોલીસે તેને ગિરફ્તાર કરી લીધો.

84 વર્ષના આ ગુનેગારના માથે 36 કરોડ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું. તેણે નરસંહાર દરમ્યાન રવાંડાના હુતું ચરમપંથીને હથિયાર અપાવ્યા હતા. આ નરસંહાર ત્રણ મહિનાથી વધારે સમય સુધી ચાલ્યો હતો. એવું સમજવામાં આવી રહ્યું છે કે તે ફ્રાન્સમાં 23 પાસે ત્રણ થી ચાર વર્ષથી પોતાના બાળકો સાથે વસવાટ કરી રહ્યો હતો.  નરસંહારના ઘણા વર્ષો બાદ રવાન્ડામાં ખોદકામ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ ફોટોમાં એવી જ એક ખોદકામ દરમ્યાન મળેલા અવશેષો અને મહિલા સૂકવતી દેખાઈ રહી છે.

ફ્રાન્સની સુરક્ષા એજન્સીએ જાણકારી આપી છે કે તે બે મહિના પહેલા ગુપ્ત જાણકારી મળ્યા બાદ ફેલીસીએન કબુગા ને પકડવા નો પ્લાન બીજી વખત શરૂ કરવામાં આવ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે આના પહેલા તે જર્મની, બેલ્જિયમ, કેન્યા, સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોમાં પણ સંતાયો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post