નિવૃત થયેલા આ પટેલભાઈએ શરુ કરી બાગાયતી ખેતી, હાલમાં 14 જાતના ફૂલોનાં વાવેતરમાંથી મેળવી રહ્યાં છે ત્રણ ગણો નફો

Share post

જન્મથી લઈને મૃત્યુ તમામ સારા અથવા તો નરસા પ્રસંગોએ ફુલોની માંગ રહેતી હોય છે. ઇશ્વરની આરાધના હોય કે પછી સ્ત્રીનો શુંગાર હોય, ફુલોની સુગંધ વિના અધુરૂ લાગે છે. આપણા શાસ્ત્રોમાં પણ ફુલોની ભવ્યતાનો ઇતિહાસ વર્ણવવામાં આવ્યો છે. સરકારની સહાય વડે હવે ખેડૂતો બાગાયતી ફુલોની ખેતી કરવાં લાગ્યા છે. ફુલોને સીધા માર્કેટ અથવા તો વેપારીને વેચાણ કરવામાં આવે તો ભાવ ખુબ ઓછો મળે પરંતુ જો એનું મૂલ્યવર્ધન કરવામાં આવે તો નફો બમણો થઈ જાય છે.

સામાન્ય ખેતીની સરખામણીએ વધારે વળતર આપતા રોકડીયા પાકમાં આવતાં ફ્લોરીકલ્ચર એટલે કે, ફૂલોની ખેતીનો વ્યાપ સતત વધી રહ્યો છે. ફક્ત 15 ગુંઠા જમીનમાં વિવિધ ફુલની સુગંધીદાર ખેતી કરીને એના મૂલ્યવર્ધનથી નિવૃત્ત શિક્ષક એવા ધીરૂભાઈ N. પટેલ લાખોની કમાણી કરી રહ્યા છે. આ વાત છે ગુજરાતનાં સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ બામણીયા ગામના પ્રગતિશીલ ખેડૂત એવા ધીરૂભાઈ પટેલની.

શૈક્ષણિક કાર્યમાં ખુબ લાબી મંઝિલ તય કરી વર્ષ 2014માં નિવૃત થયા પછી ફુલોની મૂલ્યવર્ધિત ખેતી કરીને લાખોની કમાણીની સાથે બીજાં ખેડૂતોની માટે પ્રેરણારૂપ બન્યા છે. સુરત બાગાયત કચેરીએ ધીરૂભાઇને 1,000 ચો.મી. માં ગ્રીનહાઉસ કરવાં માટે કુલ 75% પ્રમાણે કુલ 9.35 લાખ રૂપિયા તથા ગ્રીનહાઉસ જરબેરા વાવેતર માટે  75% પ્રમાણે કુલ 1.80 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હોવાનું નાયબ બાગાયત અધિકારી પડાલીયાએ જણાવ્યું છે.

સુરત જિલ્લામાં 415 હેકટર તથા મહુવા તાલુકામાં કુલ 86 હેકટર વિસ્તારમાં બાગાયતી ફુલોની ખેતી કરવામાં આવી છે. ધીરૂભાઈ જણાવતાં કહે છે કે, મને અગાઉથી જ ફુલોની સાથે અનોખો લગાવ રહ્યો છે. બાળકોને અભ્યાસ કરાવવામાં જીંદગી ખર્ચી નાંખી છે. શરૂઆતના વર્ષ 1998 બાદ ઘરઆંગણે શોખ માટે ગલગોટા, ગુલાબ, ગિલાડીયા જેવા ફુલોનું વાવેતર કરતાં હતાં. વધારાના ફુલોને પાસેના કરચેલીયા, અનાવલનાં માર્કેટમાં વેપારીઓ, માળીઓને વેચાણ કરતા હતા પરંતુ એમાં ભાવ ઓછો મળતો હતો.

વર્ષ 2014માં નિવૃત્ત થયા પછી પ્રેરણા મળી હતી કે, જે ફુલો આપણે માળીને કુલ 20 રૂપિયાના કિલોના ભાવે વેચવામાં આવે તે ફુલ માળીઓ હાર અથવા તો બુકે બનાવીને કુલ 60 રૂપિયામાં વેચાણ કરે છે. જેને લીધે મારા પુત્ર તેજસની સાથે માળી પાસેથી તાલીમ લઈ નાના પાયા પર ફુલોની ચીજ-વસ્તુઓ બનાવીને વેચાણ કરવાનું શરૂ કર્યું. ધીરે-ધીરે માંગમાં વધારો થવાથી ઘરઆંગણે જ દુકાનની શરૂઆત કરીને લગ્ન અથવા તો બીજા સારા તેમજ નરસા પ્રસંગોએ નાના-મોટા ઓર્ડર લઈને હાર, ગજરા, કલગી, તોરણ, બુકે, કાર્યક્રમોમાં સ્ટેજ શણગારના ઓર્ડર લઈને કામ કરીએ છીએ.

ધીરૂભાઈએ ‘આત્મા પ્રોજેકટ’ અને બીજા તાલીમ કાર્યક્રમોમાં આણંદ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નારાયણ ગાંવ(પુના), બેંગ્લોર, રાષ્ટ્રીય કક્ષાના બાગાયતી શિખર સંમેલનોમાં પણ ભાગ લઈને ફ્લોરીકલ્ચર ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવવાં માટેની તાલીમ મેળવી છે. ધીરૂભાઈ જણાવતાં કહે છે કે, ‘ઘરે ધંધો શરૂ કર્યો પરંતુ ઝરબેરા, ગુલાબ જેવા ફુલો માર્કેટમાંથી લાવવા પડતા હતાં.

જેને લીધે કુલ 10 ગુંઠા જમીનમાં ગ્રીનહાઉસ બનાવીને જરબેરાનું ઉત્પાદન કરૂ છું. ગ્રીનહાઉસ દ્વારા અંદરના નિયંત્રિત હવામાનને લીધે સારી ગુણવત્તાવાળા જીવાતમુક્ત ફુલો મેળવી શકાય છે.  બીજી કુલ 5 ગુંઠા જમીનમાં ગુલાબ, સ્પાઈડર લીલી, અશ્વગંધા, ડચ રોઝ જેવા કુલ 14 જાતના વિવિધ ફુલપાકો અને પુજાના સામાન માટે ઉપયોગમાં લેવામાં આવતા નાગરવેલના પાન, બિલીપત્ર, તુલસી, આસોપાલવ, બીજોરૂનું ઉત્પાદન કરીને જાતે જ માર્કેટીંગ કરીને વર્ષે કુલ 3.70 લાખ રૂપિયાની ચોખ્ખી કમાણી કરે છે.

તહેવારો તથા લગ્નસરામાં ફૂલોનું વેચાણ ખુબ સારું થાય છે. બધાં જ ફુલપાકોમાં પાણીનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ થાય તેની માટે ડ્રીપ ઈરિગેશનનો ઉપયોગ કરવામાં આવે છે. ધીરૂભાઈને ફલોરિકલ્ચર સિદ્ધિ બદલ વર્ષ 2016-’17 માં રાજ્ય સરકારના ‘આત્મા પ્રોજેકટ’ અંતર્ગત મૂલ્યવર્ધિત ખેતીનો તાલુકા કક્ષાનો કુલ 10,000 રૂપિયાનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે.

આની ઉપરાંત ધીરૂભાઈને ગ્રીનહાઉસમાં વિવિધ વેરાયટીના ગુલાબ, જરબેરાની વિવિધ વેરાયટીના ફલાવર્સનું સફળ ઉત્પાદન કરીને જાતે જ માર્કેટીગ કરીને કુલ 5 જેટલા યુવાનોને રોજગારી પુરી પાડવા બદલ રાષ્ટ્રીયકક્ષાનો એગ્રીકલ્ચર એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. બાગાયત ખાતુ ફૂલોની ખેતીને પ્રોત્સાહિત કરવા માટે વાવેતર વિસ્તારમાં સહાય આપી રહ્યાં છે. પાત્રતા ધરાવતા નાના તથા સીમાંત ખેડૂતોને હેકટર દીઠ કુલ 16,000 રૂપિયાની તથા મોટા ખેડૂતોને હેકટર દીઠ કુલ 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post