સર્વધર્મ સમભાવના ધરાવતાં ડાંગનાં આ નિવૃત્ત શિક્ષકે એવું કાર્ય કરી બતાવ્યું કે, જાણીને તમને પણ ગર્વ થશે

Share post

ગુજરાતમાં આવેલ ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં આવેલ નીમ્બારપાડા ગામમાં વય નિવૃત્ત શિક્ષકે કાચની વેસ્ટ બોટલનો ઉપયોગ કરી ભારતના પ્રસિદ્ધ સ્થળો તેમજ વિવિધ ધર્મના મંદિરોનું નિર્માણ કર્યું છે. છેલ્લા 5 વર્ષથી તેઓ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરીને અવનવી વસ્તુઓ બનાવી રહ્યા છે. ડાંગ જિલ્લાના માળુંગા ગામમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતાં કાળુભાઈ ગાવિત હાલમાં વય નિવૃત્ત છે. વય નિવૃત્તિ થયા પછી સમય પસાર કરવા એમણે વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાનો વિચાર કર્યો હતો.

જે વસ્તુઓ લોકો ફેંકી દેતાં હોય અથવા તો જે બિનઉપયોગી હોય એવી વસ્તુનો ઉપયોગ કરીને કાળુભાઈએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવાનો વિચાર કર્યો હતો. દવાખાનાની કાચની બોટલ જેને ફેંકી દેવામાં આવતી હોય એવી બોટલનો ઉપયોગ કરીને સુંદર મંદિરોની સાથે ભારતના પ્રસિદ્ધ સ્થળો જેવા કે, દિલ્હીનો લાલ કિલ્લો, તાજ મહેલ, કુતુમ્બમિનાર, સ્વર્ણ મંદિર વગેરેનું નિર્માણ કર્યું છે.

હાલમાં તો આ નિવૃત શિક્ષકે અનેક અનોખી કાચની બોટલમાંથી અવનવી કલાકૃતિ બનાવી છે. એમને જોઈ બીજા કલાકારો પણ પ્રેરણારૂપ બની શકે છે. કાળુભાઈને વેસ્ટ વસ્તુઓ ઉપયોગી લાગવા લાગી તેમજ જોતજોતામાં વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી નાંખી. શાળામાં સર્વ ધર્મ સમભાવનાનાં પાઠ ભણાવતાં આવ્યા છે તથા આ જ ભાવના એમના કાર્યમાં પણ જોવા મળી રહ્યાં છે.

કાળુભાઈએ તમામ ધર્મના મંદિરો બનાવ્યા છે. ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવે છે. એમણે વયનિવૃત્તિ પછી પણ શોખને લીધે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રક્રિયા ચાલુ જ છે. મંદિર બનાવવાની પ્રક્રિયા ચાલુ રહી અને જોતજોતામાં ભારતના તમામ ધર્મના મંદિરોનું નિર્માણ કર્યું. કાળુભાઈની વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રક્રિયા હાલમાં પણ શરુ છે. તમામ ધર્મમાં સમભાવના દાખવતાં શીખોનું સ્વર્ણમંદિર, સાંઈબાબાનું મંદિર, તાજમહેલની ઉપરાંત ભારતના કેટલાંક પ્રસિદ્ધ સ્થળો પણ બનાવ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post