રાંધણ ગેસના ભાવ વધતા લોકોએ સીલીન્ડરને કચરાપેટીમાં નાખી કર્યો વિરોધ- જાણો વિગતે

Share post

“દિલ્હી વિધાનસભા ચૂંટણીની હારની કિંમત રાંધણગેસના સિલિન્ડરમાં ભાવ વધારો” આવું કહેવું છે પીએમ નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રના લોકો નું. રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ વધારાનો વિરોધ કરી રહેલી મહિલાઓએ પોતાના ગેસ સિલિન્ડરને નગરપાલિકાની કચરાપેટીમાં નાખી દીધા. કયું હવે બહુ થયું હવે આનો ખર્ચો નથી ઉઠાવી શકાય તેમ, તો સિલિન્ડર રાખીને શું કામ?

જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર ના તરત બાદ સરકારે રાંધણગેસના બોટલ માં 144.50 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. એવામાં વારાણસીમાં અત્યાર સુધી 773.50 રૂપિયાના ભાવે મળનાર ગેસ બોટલના હવે 918 રૂપિયા થઈ જશે.

રાંધણ ગેસની કિંમતમાં વધારાને લઇને બનારસમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે.આ કડીમાં સામાજિક સંસ્થા સુબહ-એ-બનારસએ ગુરૂવારની સવારે મેદાનગીનમાં આવેલા ભારતેન્દુ પાર્કમાં રાંધણ ગેસના બોટલ સાથે પ્રદર્શન કર્યું હતું. સંસ્થાના અધ્યક્ષ મુકેશ અગ્રવાલે કહ્યું કે પહેલેથી જ ખાવાપીવાની વસ્તુઓમાં મોંઘવારીનો ડંખ ખમી રહેલા લોકો હવે વધારે પરેશાન થઈ ગયા છે. તેનાથી સામાન્ય લોકોમાં આક્રોશની ભાવના પેદા થઈ છે. તમને ખબર હોવી જોઈએ કે ઘરેલુ રાંધણગેસના ભાવમાં 144 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.વધુમાં તેણે કહ્યું તો પહેલા સરકારે લોકોને ઘરેલું ગેસ માંથી સબસીડી છોડવાનો આગ્રહ કર્યો. કેન્દ્ર સરકારના આગ્રહ બાદ ઘણા લોકો એ આપમેળે જ સબસીડી લેવાનું છોડી દીધું. અને કેટલાયે લોકોને બળજબરીપૂર્વક છોડાવવામાં આવી. પરંતુ હવે લોકો પોતાની સાથે ઠગાઇ થઇ હોય એવું અનુભવી રહ્યા છે. જ્યારે પ્રતિદિન ઘરેલુ રાંધણગેસના ભાવમાં પેટ્રોલિયમ મંત્રાલયની મનમાની ચાલી રહી છે અને ભાવમાં વધારો કરી રહી છે.

ભારતેન્દુ પાર્કમાં સંસ્થા સાથે જોડાયેલા લોકોએ ઘરેલુ રાંધણગેસ ભાવમાં ભારે વધારો થવા પર હાથમાં બેનર લઇને ઉભેલા છે. તેમજ સાથે ગેસ સિલિન્ડર પર રાખવામાં. તેઓની માગણી છે કે ઘરેલું ગેસમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પાછો લેવામાં આવે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post