ફક્ત એક અઠવાડિયામાં ખરતા વાળ અને ખોડાની સમસ્યાથી મેળવો છુટકારો

Share post

વ્યક્તિનાં સુંદર રૂપની શોભા માત્ર એનાં વાળથી જ થતી હોય છે. વાળને શરીરનું આકર્ષક અંગ તરીકે ઓળખવામાં આવે છે. તેથી જ તો તિરુપતિ બાલાજી મંદિરમાં માથામાં મુંડન કરાવવામાં આવે છે. એનો અર્થ એ થાય છે, કે તમે તમારાં રૂપને ભગવાનનાં ચરણમાં અર્પણ કર્યું છે. ઘણાં લોકોને વાળ સંબંધિત ઘણી સમસ્યાઓ હોય છે.

આજકાલ તો તમામ લોકોને લાંબા તથા ભરાવદાર વાળ જોઇતાં હોય છે. પણ વધતું જતું પ્રદુષણ, ગંદકી તેમજ ખરાબ દિનચર્યાને લીધે ઘણાં લોકોને વાળથી સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જેમાથી ખરતા વાળ, ખોડા જેવિ સમસ્યાથી લોકો ખુબ જ પરેશાન રહેતાં હોય છે.

આ લોકો બજારમાંથી મળતી ઘણી પ્રોડક્ટનો ઉપયોગ પણ કરતાં હોય છે. પરંતુ એમાં પણ ઘણાં હાનિકારક રસાયણ રહેલાં હોય છે, જે વાળને ઘણું નુકસાન પણ પહોંચાડે છે. જેનાંથી અમે ઘણાં ઘરેલું ઉપચાર લઇને પણ આવ્યા છીએ.આ સમસ્યાને દૂર કરવાં માટે લસણનાં ઉપયોગને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

લસણમાં પણ એન્ટી -ઇંફલમેટરી, એન્ટી ફંગલ તથા એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલાં હોય છે. જે ખોડાની સમસ્યાનો વિનાશ કરે છે તથા સ્કેલ્પની બીજી સમસ્યાઓ પર પણ ખુબ જ અસરકારક હોય છે.

ખોડો એ ફંગલ ઇન્ફેક્શનને લીધે થાય છે. લસણમાં પણ એન્ટી-ફંગલ, એન્ટી બેક્ટેરિયલ તથા ઇંફલેમેટરી ગુણ રહેલાં હોય છે. જે સ્કેલ્પ પર રહેલ સંક્રમણને સ્વચ્છ કરે છે. તે સ્કેલ્પ પર હાઇડ્રેટ પણ કરે છે તથા સ્કેલ્પની ડ્રાયનેસનો અંત પણ થાય છે.

એલોવેરામાં બે ચમચી લસણની પેસ્ટ ભેળવીને તેને વાળ તથા સ્કેલ્પ પર લગાવીને એને કુલ 10-15 મિનિટ માટે વાળ પર જ રાખો અને  ત્યારપછી તેને ધોઇ નાંખો.

એક ચમચી લસણનાં રસમાં બે ચમચી સફરજનનું વિનેગર પણ ભેળવો. આ મિશ્રણને વાળ તથા સ્કેલ્પ પર કુલ 15 મિનિટ માટે લગાવી રાખો. ત્યારબાદ માઇલ્ડ શેમ્પુથી એને બરાબર રીતે ધોઇ નાખો.

કુલ 3 ચમચી લસણની પેસ્ટની સાથે જ કુલ બે ચમચી મધને પણ મિક્સ કરો. આ પેસ્ટને વાળ તેમજ સ્કેલ્પ પર પણ લગાવીને કુલ 10-15 મિનિટ માટે રાખી મૂકો. ત્યારપછી વાળને માઇલ્ડ શેમ્પુથી ધોઇ નાખો. આ ઉપાય અઠવાડિયામાં માત્ર બે વાર જ કરવો જોઇએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post