શરુ થયું ગયું છે કિસાન પેંશન યોજનાનું રજીસ્ટ્રેશન, દર મહીને 3000 રૂપિયા મેળવવા આ નંબર પર કરો ફોન

Share post

ખેડૂતોનાં હિત માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક યોજનાની જાણકારી સામે આવી રહી છે.કેન્દ્ર સરકારે ખેડૂતોની સાથે જોડાયેલ ‘PM કિસાન પેંશન યોજના’નાં રજીસ્ટ્રેશનની શરુઆત કરી દીધી છે. આ પેંશન સ્કીમ હેઠળ કુલ 5 કરોડ ખેડૂતોને 60 વર્ષની ઉંમર થયા બાદ દર મહિને કુલ 3,000 રૂપિયા પેંશનના રૂપમાં આપવામાં આવશે.

જો આ યોજનાનો લાભ મેળવનાર ખેડૂતનું મોત થઇ જાય છે, તો એની પત્નીને કુલ 50 % રકમ મળતી રહેશે. આવાં પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે.LIC કંપની દ્વારા ખેડૂતોનાં પેંશન ફંડને મેનેજ કરવામાં આવશે. અત્યાર સુધીમાં ઘણાં ખેડૂત આ યોજનાની સાથે જોડાઈ ચુકેલા છે. આપને જણાવી દઈએ કે, જેટલું પ્રીમિયમ ખેડૂત આપશે એટલી જ રકમ સરકાર દ્વારા પણ આપવામાં આવશે.

જો કોઈ વચ્ચેથી યોજના છોડવા માંગે છે તો જમા ધન રાશિ તેમજ વ્યાજ એ ખેડૂતને પાછું મળી જશે અને જો કોઈ ખેડૂતનું મોત થઇ જાય છે, તો એની પત્નીને કુલ 1,500 રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવશે.કૃષિ મંત્રાલય ‘પ્રધાનમંત્રી કિસાન યોજના’ હેઠળ 9 ઓગસ્ટથી ખેડૂતોનાં રજીસ્ટ્રેશનની શરુઆત કરવામાં આવી છે. ખેડૂતની આવક બમણી કરવાં માટે રાજ્ય સરકારની સાથે મળીને આ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

આ રીતે કરાવો રજીસ્ટ્રેશન:
‘પ્રધાનમંત્રી કિસાન યોજના’ માટે આપ કિસાન કોલ સેન્ટર નંબર ‘1800-180-1551’ પર ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો. એની સિવાય સામાન્ય સેવા કેંદ્ર એટલે કે  CSC તેમજ રાજ્યનાં નોડલ ઓફિસર દ્વારા પણ રજીસ્ટ્રેશન કરવામાં આવશે.

ખેડૂતોની સાથે સંબંધિત તમામ કેન્દ્રીય યોજનાઓનો લાભ મળે એ માટેનાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.આપને  જણાવી દઈએ કે, ખેડૂતોની માટે પહેલા પણ કેટલીક યોજનાઓની શરુઆત કરવામાં આવી છે. PM કિસાન પેંશન યોજના હેઠળ કુલ 18-40 વર્ષનાં ખેડૂત એનો લાભ મેળવી શકશે.

આ યોજના માટે જરૂરી દસ્તાવેજો:

આધાર કાર્ડ:
અરજી કરનાર ખેડૂતની પાસે આધાર કાર્ડ હોવું ફરજીયાત છે.

ખસરા અને ખતૌની:
એના માટે અન્ય જરૂરી દસ્તાવેજ ખસરા એટલે કે તલાટીનું ખેતર અંગેનું પત્રક તથા ખતૌની એટલે કે ખાતાવહીનો સમાવેશ થાય છે તથા રાજસ્વ રેકોર્ડ કે જેનાંથી જાણ પડે કે આપ ખેડૂત છો. ખસરા તેમજ ખતૌની તલાટી બનાવે છે. એમાં ખેતીની જમીનની જાણકારી રહેલી હોય છે.

જનધન ખાતું:
આની સિવાય ખેડૂતની પાસે બચત ખાતું અથવા તો જનધન ખાતું હોવું જોઈએ.

મોબાઈલ નંબર:
ખેડૂતની પાસે રહેલ મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ તેમજ આધાર કાર્ડની સાથે લિંક થયેલો હોવો જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post