મોટાભાગના લોકો નથી જાણતા કે, કેવી રીતે નક્કી થાય છે દુધના ભાવ?

Share post

સવારમાં ઉઠતાની સાથે જ આપણે એક વસ્તુની સૌથી વધારે જરૂર રહેતી હોય છે અને એ છે દૂધ. આપણે ત્યાં કેટલાય ઘરોમાં દૂધનો ઉપયોગ વપરાશ થતો હોય છે. દૂધ વિના આજે રસોડું અધૂરૂ જ લાગે પણ છેલ્લા થોડા દિવસથી દૂધની વધતી કિંમતને કારણે જાણે લોકો હેરાન થવાં લાગ્યા છે. એક બાજુ દૂધની જરૂરિયાત વધતી જાય છે તો બીજી બાજુ દૂધનાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

14 ડિસેમ્બરથી દેશની સૌથી મોટી કંપની અમૂલ દ્વારા દૂધનાં ભાવમાં કુલ 3 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. આ એક જ વર્ષમાં દૂધનાં ભાવમાં સતત બીજી વખત વધારો થવાને લીધે કેટલાંક લોકોના ખિસ્સાને માર પડી રહ્યો છે. હાલમાં મોંઘવારી વધી રહી છે એમ કહીએ તો નવાઈ નથી. જેને લીધે શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો થયેલો જોવા મળે છે પણ એક વાત નોંધવા જેવી છે કે, શાકભાજી તેમજ અન્ય ઘણી વસ્તુઓ જે મોંઘી થઇ છે એ નિશ્ચિત સમય સુધી જ રહે છે, જયારે એનાં ઉત્પાદનમાં વધારો થાય છે ત્યારે એના ભાવમાં પણ ઘટાડો થઈ જાય છે પણ દૂધના ભાવમાં સતત વધારો થાય છે પણ ઘટાડો થતો નથી.

તમામ વ્યક્તિએ જાણવા જેવી વાત એ છે કે, આ ભાવ વધવા પાછળનું કારણ શું હોઈ શકે તથા કેવી રીતે નક્કી થાય છે દૂધના ભાવ? ડેરી કંપનીઓ લોકલ પશુપાલકોની પાસેથી દૂધની ખરીદી કરે છે. અમુલ જેવી કંપની દ્વારા રાજ્યના કેટલાંક ગામોમાં દૂધ ઉત્પાદક ડેરીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં ગામમાંથી દૂધ એકત્ર કરવામાં આવે છે. આ ભેગું કરવામાં આવેલ દૂધ મુખ્ય મથક સુધી લાવવામાં આવે છે.

દૂધ વેચનાર પશુપાલકને બજારની અંદર જે દૂધનો ભાવ છે એ ભાવનાં કુલ 60% આજુબાજુ રકમ જ આપવામાં આવે છે તથા એ પણ દૂધની ગુણવત્તાના આધારે. દૂધનો ફેટ જે મુજબ આવે એમ પ્રતિ લીટર વિવિધ ભાવ નક્કી કરવામાં આવે છે. આ 60% જેટલી રકમ કેવી રીતે નક્કી થાય છે એ પણ ખુબ જાણવા જેવું છે. આ ભાવ નક્કી કરવામાં આવે છે દૂધની આવક, જરૂરિયાત તેમજ ઉત્પાદન કિંમતથી.

પશુપાલકને એમની ગાય-ભેંસની દેખરેખ માટે, એના ઘાસચારા માટે થતો ખર્ચ, એને રાખવા માટે થતો ખર્ચ, એની મેડિકલ તપાસ તેમજ એની મજૂરી પાછળ જે ખર્ચ કરવામાં આવે છે. એના આધારે નક્કી કરવામાં આવે છે. કમોસમી વરસાદ થવાને લીધે ઘાસચારો નષ્ટ થયો હતો તેમજ ખેડૂતોને ખુબ નુકશાન પણ થયું હતું. આની સાથે ગાય-ભેંસને ખવડાવવામાં આવતાં દાણની કીમતમાં વધારો થયો છે. જેની સીધી અસર દૂધનાં ઉત્પાદન પર પણ પડી છે. ચાલુ વર્ષે ગયા વર્ષ કરતા પણ દૂધનું ઉત્પાદન કુલ 5%  જેટલું ઘટ્યું છે.

અમુલનાં મેનેજીંગ ડાયરેક્ટર આર.એસ. સોઢીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવતાં કહ્યું હતું કે, દૂધનાં ભાવમાં વધારો થઈ શકે છે, સ્કિમ્ડ મિલ્ક પાઉડરના ઓછા સ્ટોક તેમજ ગયા વર્ષ કરતા પણ આ વર્ષે દૂધની ઓછી આયાતનાં કુલ 2 મહત્વનાં કારણો જવાબદાર રહેલાં છે. કેટલીક કોઓપરેટીવ સિવાય અન્ય કોઈ મોટી ડેરીઓ ખેડૂતોને સારી કિંમત આપતી નથી. જેને લીધે દૂધ ઉત્પાદકો પશુઓની ખરીદી પણ કરી રહ્યા નથી.

ઠંડીમાં દૂધની આવકમાં વધારો થાય છે. દર વર્ષે જે કુલ 15%   સુધી વધે છે એ આ વર્ષે માત્ર 2% જ વધી છે.દૂધનાં ભવમાં વધારો થવાં પાછળ અન્ય કારણો પણ જવાબદાર છે. દૂધ ઉત્પાદક કેન્દ્રથી મુખ્ય મથક સુધી દૂધને પહોંચાડવા પાછળ થતો ખર્ચ તથા દૂધના શુદ્ધિકરણ તેમજ પેકીંગની પાછળ થતો ખર્ચ પણ ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ છે. મોંઘવારીની અસર પણ દૂધ પર પડે છે. જેને લીધે દૂધના ભાવમાં વધારો થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post