વડોદરાનાં ધર્મિષ્ઠાબેને બેંક માંથી લોન લઈને શરુ કર્યું પશુપાલન, હાલમાં ટેક્નોલીજીના ઉપયોગથી એવી અનોખી સિદ્ધી હાંસલ કરી કે…

Share post

જો મહિલાઓ કઈ નિર્ધારિત કરી લે તો તેઓ શું ન કરી શકે એ પછી ભલે નોકરી હોય કે ધંધો. ગુજરાતનાં વડોદરા જિલ્લામાં આવેલ વાલવા ગામના વતની ધર્મિષ્ઠાને પણ મોટા સપનાં હતા. કઈક કરી બતાવવાની ઇચ્છા હતી કે, જેથી લોકો તેને તેના પોતાના નામથી ઓળખે, તેના પતિના નામથી નહીં. ધર્મિષ્ઠાએ પણ પોતાને સાબિત કરીને પોતાને બતાવ્યું, તેમણે સમાજ સમક્ષ મહિલા સશક્તિકરણનું એક મોટું ઉદાહરણ સ્થાપ્યું.

ધર્મિષ્ઠા પરમારે ફક્ત 4 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને તેના ઘરની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે, તે કોઈક રીતે ટકી શક્યું હતું. મુશ્કેલ સમયમાં પણ ધર્મિષ્ઠાએ હિંમત ન હારી. તેણે સાંભળ્યું હતું કે, ઘરેથી માંડીને ધંધા સુધીની દરેક વસ્તુ હપ્તા પર ચલાવી શકાય છે. તેથી, તેઓએ પોતાનું કામ પણ શરૂ કરવું જોઈએ જેથી તેઓ કમાણી કરી શકે.

લોન લઈને કરી શરૂઆત :
ધર્મિષ્ઠાએ પણ આ ફાઇનાન્સ સુવિધાનો લાભ લીધો અને ખાનગી ફાઇનાન્સ કંપની પાસેથી થોડા રૂપિયા ઉધાર લઈને એક ગાય ખરીદી. ગાયની સારી સંભાળ લીધી અને તેનું દૂધ વેચવાનું શરૂ કર્યું. અમુક દિવસો સુધી, દૂધ વેચવાના પૈસા જે તે આવતા તે ગાયનો હપ્તો ભરતાં. ધર્મિષ્ઠાનું સમર્પણ જોઈને ફાઇનાન્સ કંપનીએ તેમને વધુ પૈસા આપવાનું નક્કી કર્યું. ધર્મિષ્ઠે ફાઇનાન્સ કંપનીમાંથી વધુ ગાયો ખરીદી હતી. આ રીતે, તેની પાસે કુલ 8 ગાયો થઈ ગઈ હતી. ધર્મિષ્ઠાએ હવે પશુચિકિત્સકો તથા કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી પશુપાલન વિશેની માહિતી એકત્ર કરી છે જેથી તેઓ તેમના વ્યવસાયને આગળ વધારી શકે.

આ રીતે થયો બિઝનેસમાં વધારો :
થોડા સમય પછી, ધર્મિષ્ઠાએ ડેરી ચલાવવાની શરૂઆત કરી અને આસપાસના લોકોમાં ડેરીની ચર્ચા થઈ. ઓછા શિક્ષિત હોવા છતાં, તેણે પોતાની ડેરીમાં નવી તકનીકોનો ઉપયોગ કર્યો. તેઓની પાસે દૂધના ઘણા ખરીદદારો હતા, જે ઘરેથી સીધા જ દૂધ લઈ જતાં હતા. ધર્મિષ્ઠાની આ મહેનતની ગુજરાત સરકારે પણ પ્રશંસા કરી અને તેમને શ્રેષ્ઠ પશુપાલક તરીકે ‘આત્મા પ્રોજેક્ટ’ હેઠળ કુલ 10,000 રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું.

પોતાની મહેનત અને જુસ્સાથી ધર્મિષ્ઠાએ તેના પરિવારનો ફક્ત મુશ્કેલ સમય ન બદલયો પરંતુ ગામની અન્ય મહિલાઓને પણ પશુપાલન કરવાનું શરૂ કરાવીને નફો મેળવ્યો હતો. હાલમાં ગામની ઘણી મહિલાઓ પણ ધર્મિષ્ઠા જેમ પશુપાલન કરીને સશક્તિકરણના દાખલાઓ બતાવી રહી છે. ધર્મિષ્ઠા હાલમાં ગાયોની ડેરી ચલાવે છે અને આ ડેરીથી થતી આવકથી ઘરના લોકોની મદદની સાથે જ બચત પણ કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post