રાજ્યમાં વિદાય પહેલા સાંબેલાધાર વરસાદ: વીજળી પડતાં છ વાછરડીના મોત, ચાર ઇંચ સાથે આ વિસ્તારમાં…

Share post

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર, ગઈકાલની રાતથી આજે રવિવારે સવાર સુધીમાં ઉનામાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગીર જંગલમાં પણ ધોધમાર વરસાદથી રાવલ ડેમના ત્રણ દરવાજા એક એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. આથી નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મચ્છુ ડેમ પણ છઠ્ઠીવાર ઓવરફલો થયો છે. મચ્છુ નદીમાં ઘોડાપૂર આવતા નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભાવનગરમાં રાત્રે 2 વાગ્યે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ભારે વરસાદથી ખત્રીવાડા ગામ બે ભાગમાં વહેંચાયું હતું.

ભુજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડી જતાં રસ્તા પર વાહનો ડૂબી ગયાં.

ગઈકાલની રાતથી આજ રોજ સવાર સુધીમાં ચાર કલાક સાંબેલાધાર વરસાદ વરસતા અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જેના કારણે આ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતીનું નિર્માણ થયુ હતુ. ધોધમાર વરસાદથી રાવલ ડેમના ત્રણ દરવાજા એક એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. આથી નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાણી ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

ગીર ગઢડાના વાજડી ગામનો કોઝવે પૂરના પાણીમાં ગરકાવ

છેલ્લા થોડા દિવસોથી મેધરાજાના વિરામ બાદ ગઈકાલે રાત્રીના આઠ વાગ્યાથી બાર વાગ્યા દરમિયાન 4 કલાકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસતા અનેક શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે અનેક લોકોને હાલાકીમા મુકાઈ જવાનો વારો આવ્યો હતો. અંતિમ તબકકામાં સારો વરસાદ થતા ખેડૂતો અને આમ જનતામાં હરખની હેલી જોવા મળી રહી છે.

ભારે વરસાદથી ઉનાનું ખત્રીવાડા ગામ બે ભાગમાં વહેંચાયું

ગઈકાલના રોજ સાંજના ચાર કલાક દરમિયાન બોટાદમાં અઢી ઇંચ, બરવાળામાં સાડા ત્રણ ઇંચ, ગઢડા માં એક અને રાણપુરમા ડોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો આ વરસાદને લઇ જિલ્લાના આજુબાજુના ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન સતત વરસતા વરસાદને લઈને ખેડૂતોના ખરીફ પાક તલ, જુવાર, કપાસના પાકને મોટું નુકસાન થયું છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.

વીરપુરમાં ખેતરોમાં ફરી પાણી ભરાતા કપાસનો પાક બળી ગયો

વરસામેડીમાં વીજળી પડતાં છ વાછરડીના મોત
અંજાર તાલુકાના વરસામેડીમાં કૃષ્ણા પાર્ક પાસે ગાજ વીજ સાથે વીજળી પડી હતી.

વીજળી પડતા બાલાભાઈની 6 વાછરડીના મોત

વીજળી પડતા બાલાભાઈની 6 વાછરડીના મોત નીપજયા હતા. આ કુદરતી આફતના પગલે રબારી પરિવારની હાલત વધુ કફોડી બની હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post