રથયાત્રા 2020: મંગળા આરતીથી લઈ અત્યાર સુધીની તમામ અપડેટ્સ, અહિયાં કરો લાઇવ જગન્નાથના દર્શન

Share post

અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા નિકળે છે. જોકે, અમદાવાદમાં 142 વર્ષથી ચાલી આવતી પરંપરા આ વખતે પહેલીવાર તૂટી છે. આજે ભગવાન નગરચર્યા પર ન નીકળ્યા અને રથયાત્રામાં મંદિરની આસપાસ જ રથને પ્રદક્ષિણા કરાવી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ વિધિમાં કોઈ પણ ભક્તોને પ્રવેશ અપાયો નહતો. અમદાવાદમાં વહેલી સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી છે. મંગળા આરતી બાદ હવે ભગવાનને અતિપ્રિય એવો ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો છે. ત્યારબાદ ભગવાન જગન્નાથ, સુભદ્રાજી તેમજ બલભદ્રને રથમાં બિરાજમાન કરાયા હતા. કોરોના વાઈરસના કારણે ભક્તો આ વર્ષે માત્ર ટીવી તેમજ ઓનલાઈન જ ભગવાનના દર્શન કરી શકશે. મહંત દિલીપદાસજી દ્વારા ભગવાન જગન્નાથને વાજતે ગાજતે રથમાં બિરાજમાન કરાયા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન અર્ચન વહેલી સવારે મંદિર પરિસરમાં કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીને સતત ચોથી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહેશે તેવી અટકળો હતી પરંતુ તેઓ હાજર રહ્યા નહોતા. રાજ્યના મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને અમદાવાદના મેયર બિજલ પટેલે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત એક પણ ભક્તને મંદિરમાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા.

રથયાત્રાની દરેક લાઈવ અપડેટ્સ જાણો અહીં…

આ વખતે કોરોનાના કારણે પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે. જગન્નાથ મંદિરમાં થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરીને ભક્તોને વારાફરતી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

શહેર પોલીસ કમિશનરે જણાવ્યું કે, તમામ પ્રકારનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હાલ કોઈ ભીડ નથી. બેરીકેટિંગ કરીને તમામ ભક્તોને મંદિરની અંદર એન્ટ્રી અપાશે. બહારના અધિકારીઓને પણ મુખ્ય જવાબદારી અપાઈ છે. સંવેદનશીલ વિસ્તારોમાં પણ સતત પેટ્રોલિંગ અને બંદોબસ્ત રખાયો છે. આખો દિવસ તમામ જગ્યા પર બંદોબસ્ત રખાશે. લોકોને ઘરે બેસીને રથયાત્રા નિહાળવા પોલીસ કમિશનર આશિષ ભાટિયાની અપીલ કરી છે.

ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા. મામેરાની પૂજા વિધિ શરૂ કરાઈ છે. પૂજા બાદ પ્રતિક રૂપે થોડી વસ્તુઓ લઈને પૂજારી તથા ટ્રસ્ટીઓ મંદિર જશે. રથયાત્રા પૂરી થયા બાદ તમામ ભેટ સોગાદ મંદિરે પહોંચાડવામાં આવશે.

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલરામનો રથ મંદિર પરિસરમાં ફરી રહ્યો છે. હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી, જય રણછોડ માખણ ચોરથી આખું મંદિર ગુંજી ઉઠ્યું છે. ભગવાન જગન્નાથની રથયાત્રાના પાવન અવસરે પીએમ મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

નગરયાત્રા દર વર્ષે નીકળે છે. રાજ્ય સરકારે નગરયાત્રાની માગ કરી હતી. મોડી રાત સુધી HCમાં સુનાવણી ચાલી હતી. કર્ફ્યુ લાદવા સુધીની તૈયારી દાખવી હતી. ગુજરાત પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરી. અમારા પ્રયત્નો સતત ચાલુ હતા: CM

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, કોરોના વાઈરસના સંક્રમણને કારણે આ વર્ષે  આપણે પરંપરાગત રથયાત્રા નગરયાત્રા કાઢી શક્યા  નથી. પરંતુ ભગવાન જગન્નાથ અને સુભદ્રાજી તથા બલભદ્રના રથ મંદિર પરિસરમાં ફરીને ભક્તોને દર્શન આપશે. સીએમ રૂપાણીએ જણાવ્યું  કે, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમાધિન રહી ભક્તજનો જગન્નાથજીના દર્શન કરી શકે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે.

સીએમએ જણાવ્યું કે કોરોના મહામારીમાંથી દેશ અને ગુજરાત જલ્દી મુક્ત થાય અને રાજ્યની પ્રગતિ ઉત્તરોત્તર વધતી જાય તે માટે ભગવાન જગન્નાથ ને પ્રાર્થના કરી છે.

રથયાત્રાની મંદિર ખાતે થતી તમામ વિધિ યથાવત્ત રીતે જ થશે પરંતુ રથયાત્રામાં મંદિરની આસપાસ રથને પ્રદક્ષિણા કરાવી દેવાશે. મંદિર સંકુલની બહાર રથ કાઢવામાં નહી આવે. ઉપરાંત આ તમામ વિધિમાં કોઇ પણ ભક્તોને પ્રવેશ આપવામાં નહી આવે. માત્ર આમંત્રીત મહેમાનો અને મીડિયાને પ્રવેશ અપાશે. તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post