એક ગીર ગાયથી પશુપાલનની શરૂઆત કરનાર રતનલાલ પાટીદાર હાલમાં દરરોજની એટલી કમાણી કરી રહ્યાં છે કે…

Share post

પશુપાલનમાંથી કેટલાંક લોકો મબલખ કમાણી કરતાં હોય એવી જાણકારી સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. નીમચ જિલ્લાની માણસા તહસીલના ચુકની નામના ગામના ખેડૂત રતનલાલ પાટીદારે પશુપાલનને કૃષિ કાર્ય કરતાં તેમના પરિવાર માટે સમૃદ્ધિનું સાધન બનાવ્યું છે. રતનલાલ પાટીદાર પહેલાં પરંપરાગત ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતા.

નબળી ખેતી હોવાને કારણે પરિવારની આર્થિક સ્થિતિ ખુબ નબળી હતી. વર્ષ 2005 માં તેઓ એક પ્રગતિશીલ પશુપાલકને મળ્યો, જે ફક્ત પશુપાલન દ્વારા પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે. તેનાથી પ્રેરાઇને રતનલાલ પાટીદારે બેંકમાંથી લોન લઈ શંકર જાતિની કુલ 2 ગાય ખરીદી, જેમાંથી એને દરરોજ 300 રૂપિયાની આવક શરૂ થઈ ગઈ. આની સાથે, તેઓ લોનના હપ્તા ભરવા સાથે ઘરના ખર્ચ ચલાવવા લાગ્યા.

રતનલાલ પાટીદારની પશુપાલન પ્રત્યેની રુચિ વધવા લાગી અને તે દર વર્ષે કુલ 2 ગાય ખરીદવાં લાગ્યો. રતનલાલે પશુચિકિત્સક ડો.રાજેશ પાટીદારના માર્ગદર્શન હેઠળ પશુપાલનનો ધંધો કર્યો હતો. જેના કારણે તેની આવકમાં વધારો થવા લાગ્યો હતો. વર્ષ 2010 માં રતનલાલની પાસે અદ્યતન જાતિની કુલ 10 ગાય હતી અને  દરરોજ કુલ 900 રૂપિયા કમાવવા લાગ્યો. રતનલાલ પાટીદારે પશુપાલનની આવકમાંથી વર્ષ 2010 માં મારુતિ કાર પણ ખરીદી હતી.

રતનલાલે તેની મારુતિ કાર પર લખ્યું છે એ ગૌમાતાની ભેટ છે. આજે રતનલાલ પાટીદારએ કુલ 4 ગાયો તથા કુલ ગીર 3 ગાયો દૂધ આપી રહી છે. તેઓ સવારે કુલ 30 લિટર દૂધ અને સાંજે કુલ 40 લિટર દૂધ ઉત્પાદન કરીને ડેરીમાં કુલ 70 લિટર દૂધ વેચે છે. જેના કારણે તેઓ દરરોજ 1,500 રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ રીતે પશુપાલન રતનલાલ પાટીદારને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની આવક મળી રહે છે.

આની સિવાય તેણે કુલ 1.50 લાખ રૂપિયાનું ગાયનું છાણ પણ વેચ્યું છે. રતનલાલ પાટીદાર પશુપાલનમાંથી સારી એવી કમાણી કરીને આર્થિક રીતે આત્મનિર્ભર બન્યા છે. આ વર્ષે તેમણે બેંકમાંથી લોન લઈને એક ટ્રેક્ટર ખરીદ્યું હતું. જેના હપ્તા પણ નિયમિતપણે દૂધ વેચીને ચૂકવવામાં આવે છે. રતનલાલ પાટીદાર પાસે હાલમાં કુલ 29 ગાય-ભેંસ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post