જુનાગઢના આ સફળ ખેડૂત રાસાયણિક ખાતરને બદલે જીવામૃત વાપરીને કરે છે સારી ખેતી -જાણો બનાવવાની રીત

Share post

હાલમાં ઘણા લોકો ખેતી તરફ વળી રહ્યા છે. અને સફળતા પણ મેળવી રહ્યા છે ત્યારે આજે અમે તમને એવા જ એક સફળ ખેડૂત ની વાત કરવા જઈ રહ્યા છીએ. જૂનાગઢના કાલીયાવાડી ગામના ખેડૂત રસિકભાઈ ને ખેતી પોતાના વારસા માંથી મળેલી છે. તેઓ લગભગ 22 વર્ષથી ખેતી કરી રહ્યા છે. શરૂઆતમાં તેઓ રાસાયણિક ખાતર વાપરીને ખેતી કરતા હતા. પરંતુ 2014 માં તેમણે તરબૂચની ખેતી કરી હતી આ તરબૂચ ની ખેતી માં તેમને દોઢ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. આ નુકસાન પછી તેમણે રાસાયણિક ખાતર વાપરવાનું બંધ કરી દીધું હતું.

રસિકભાઈ અત્યાર પછીથી ગાય આધારિત ખેતી શરૂ કરી. 2014માં જ ચોમાસા દરમિયાન તેમણે પોતાના ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું આ ખેતીમાં તેમને ઓછા ખર્ચે સારી આવક મળી જેના કારણે તેમણે ગાય આધારિત ખેતી કરવાનું નક્કી કર્યું. ચોમાસામાં તેની 4 એકર જમીનમાં તેમણે મગફળી ની ગાય આધારિત ખેતી કરે છે અને ત્યાર પછી એ જમીનમાં ઘઉં કે ઘણાની પણ ખેતી કરે છે. જ્યારથી તેમણે ગાય આધારિત ખેતી અપનાવી છે ત્યારથી મગફળી અને ઘઉમાં તેને સારી ગુણવત્તાનો વધુ ઉત્પાદન મળવા લાગ્યું છે.

તેઓ ઉનાળાના સમયમાં ઘન જીવામૃત બનાવીને તેનો સંગ્રહ કરી લે છે. અને ત્યાર પછી જરુરિયાત મુજબ પ્રતિ એકર સો કિલો ઘન જીવામૃત આપે છે. રસિકભાઈ પોતે જણાવતા કહે છે કે, આ કુદરતી ખેતી નો ફાયદો મોટો એ છે કે, ખેતરમાં જે મગફળીનું વાવેતર કરવામાં આવે છે તે કેમિકલ ફ્રી બને છે. અને જીવામૃત નો જથ્થો વધારે જાય છે એટલે મગફળી ની અંદર ગ્રોથ પણ સારો થાય છે અને દાણા ની મીઠાશ પણ સારી આવે છે. આ ઉપરાંત મગફળીનું ઉત્પાદન પણ ખૂબ જ સારું થાય છે.

ગાય આધારિત ખેતી કરવા રસિકભાઇએ બે ગાય પોતાના ઘરે વસાવી છે. તેઓ મગફળીના પાકને જીવામૃત પણ આપે છે. હાલમાં સમગ્ર રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન સૌરાષ્ટ્રના મોટાભાગના ખેતરોમાં મગફળીનો પાક જોવા મળે છે. હાલમાં રાજ્યમાં સારા વરસાદના કારણે પાકને પિયતની પણ જરૂર રહેતી નથી. ત્યારે રસિકભાઈ ના ખેતર માં ચાલતા સ્પ્રીનકલર ને જોઈને સૌ કોઇને આશ્ચર્ય થાય છે પરંતુ આ સ્પ્રીનકલરમાં પાણીની સાથે જીવામૃત નો છટકાવ થઈ જાય છે.

અહીં મહત્વની વાત તો એ છે કે, જીવામૃત સાથે પાણી જવા છતાં મગફળીના પાકમાં પાણીના પ્રમાણનું નિયંત્રણ થાય છે. અને મગફળી પીળી પણ પડતી નથી. આ સાથે છોડની વૃદ્ધિ પણ ખૂબ જ સારી થાય છે. અને રાસાયણિક દવા વગર ની ઉચ્ચ ગુણવત્તાની મગફળીનું ઉત્પાદન તૈયાર થાય છે. રસિકભાઈ આ અંગે જણાવતા કહે છે કે, જીવામૃત નો જથ્થો એટલો વધુ જાય છે કે જેના કારણે ચાલુ વરસાદમાં પણ ફુવારા ચાલુ હોવા છતાં મગફળી ક્યાંય પીળી નથી પડી. જ્યારે આજુબાજુના ખેતરોમાં મગફળીનો પાક પીળો પડી ગયો છે. આજુ બાજુના ખેતરમાં લોકો કેમિકલ ખેતી કરી રહ્યા છે જેના કારણે મગફળીનો પાક પીળો પડી ગયો છે. જીવામૃત ના ઉપયોગના કારણે તેમના જમીનમાં વરસાદી પાણી પણ સારી રીતે શોષાય જાય છે. આ જીવામૃત બનાવવા માટે રસિકભાઇએ આ પદ્ધતિ અપનાવી છે. એક એકર જમીનમાં 200 લીટર જીવામૃત આપવાનું હોય છે. રસિકભાઈ જીવામૃત બનાવવા માટે ની રીત પણ નીચે જણાવી છે.

જીવામૃત બનાવવા માટે જરૂરી સામગ્રી:

1 પ્લાસ્ટિકનું મોટું પીપડું

200 લીટર પાણી

10 કિલો ગાયનું તાજુ છાણ

5 કિલો ગૌમૂત્ર

1 કિલો ચણાનો લોટ

200 ગ્રામ અવાવરૂ વડના ઝાડ નીચેની માટી

1 કિલો દેશી ગોળ

બનાવવાની રીત:
આ બધી સામગ્રીને એક મોટા પીપડા માં ભેગી કરીને પાંચ દિવસ સુધી મૂકી રાખવી. આ દરમ્યાન મિશ્રણને દિવસમાં બે વખત હલાવો. આ રીતે પાંચ દિવસ પછી જીવામૃત તૈયાર થઈ જશે.

રસિકભાઈ દર વર્ષે લગભગ પોતાની ચાર એકર જમીનમાં વાવેલી મગફળીમાંથી લગભગ 2000 કિલો જેટલું મગફળીનું ઉત્પાદન મેળવે છે. હાલમાં બજારમાં ઓરગોનીક ખેતી થી થતી મગફળીના તેલની માંગ ખૂબ જ વધારે છે. રસિકભાઈ આ મગફળીનું તેલ પોતે કઢાવીને સીધા ગ્રાહકોને વેચે છે. તેમનો આ મગફળીનું તેલ અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં વેચવામાં આવે છે. આમ ગાય આધારિત ખેતી કરીને રસિકભાઈ પોતાની જમીનની ગુણવત્તા વધારી રહ્યા છે.આ ઉપરાંત રસાયન પાછળ થતો મોટો ખર્ચ બતાવીને પોતાનો નફો પણ વધારી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…