ધો. 12માં ભણતી યુવતીને પાસ કરાવવાની લાલચ આપીને વીડિયો ઉતારીને સતત બે વખત કર્યો બળાત્કાર…

Share post

ગુજરાતના અમરોલીમાં કુંકાવાવમાં આવેલા ડો. આંબેડકર છાત્રાલયમાં બાળકોની સંભાળ રાખવા માટે રાખવામાં આવેલા ગુહપતિએ જ વાંચ્યા વગર ધો.૧રમાં પાસ કરી દેવાની લાલચ આપીને સગીર બાળકીનું સતત બે વખત બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો અને સમગ્ર ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરી વાયરલ કરવાની ધમકી પણ આપી અતિ જેના કારણે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ સગીરાએ આ અંગે વડીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે આ ગૃહપતિની ધરપકડ કરી લીધી છે. પંદર દિવસ પહેલા જ લગ્નગ્રંથીથી જોડાયેલ ગૃહપતિ નોકરી છોડી ચાલ્યા ગયાનું જાણવા મળેલ છે.

છાત્રાલય આ બારામાં વડીયામાં ઝેરોક્ષની દુકાન ચલાવતા અને સાથે સાથે ડો. આંબેડકર છાત્રાલયમાં કામ કરતા એવા રાહુલ ખેતરીયા (ઉ.વ.રપ) નામના શખશે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી એક ૧૬ વર્ષની સગીરાને ગત તા. 28/1 ની બપોરથી 29/1 ની બપોરના સમયગાળા દરમિયાન આ શખ્સે તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. તે ધો. 12માં ભણતી હોય આ શખ્સે તને વાચ્યા વગર જ ધો. 12માં પાસ કરાવી દઇશ અને તારૂ પેપર બહાર લખાવી આપીશ જેથી સારી ટકાવારી આવી જશે તેવી લાલચમાં નાખી છાત્રાલયના રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. અને સાથે સાથે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ઊતારી લીધો હતો.

બાદમાં નરાધમ ગૃહપતિ છાત્રાને આ વીડિયો બતાવીને બ્લેકમેઈલ કરતો હતો અને જો કોઈને પણ કહે કે પોતાને તાબે ન થાય તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો. ઘટનાના પગલે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે અને ફીટકારની લાગણી વરસી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post