ભૂમિપૂજન પહેલા જ રામજન્મભૂમિ મંદિરના પૂજારી અને 16 જેટલા પોલીસકર્મી કોરોના પોઝિટિવ

Share post

ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં થોડાં જ દિવસોમાં એટલે કે  5 ઓગસ્ટનાં રોજ રામજન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખેલ છે. એ પહેલા જ એક પરેશાન કરનાર સમાચાર સામે આવી રહ્યાં છે. રામજન્મભૂમિ મંદિરના પૂજારી પ્રદીપ દાસ તથા મંદિરની સુરક્ષા માટે અંદર લાગેલ કુલ 16 જેટલાં પોલીસકર્મીનાં પણ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. પ્રદીપ દાસ રામજન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસના જ શિષ્ય છે, તથા રામલલ્લા મંદિરનાં ભૂમિપૂજનમાં પણ સામેલ થવાના જ હતા.

હાલમાં મંદિરમાં કુલ 4 પૂજારી રાખેલ છે. જેમાંનાં મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ પછી પ્રદીપ દાસ છે. મંદિરમાં રહેનાર લોકોનું જણાવવું છે કે, કોરોના થવાથી અયોધ્યાનાં પ્રશાસનમાં હડકંપ છે. કારણ, કે 5 ઓગસ્ટે જ ત્યાં પ્રધાનમંત્રી મોદી મંદિરનાં ભૂમિ પૂજન કરવા માટે આવી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ શરૂ થવાની ચર્ચા ખૂબ જ ચાલી રહી છે. અત્યાર સુધીમાં મળેલ માહિતી મુજબ, અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ ભૂમિપૂજનનું આયોજન થવાનું છે. ત્યારબાદ મંદિરનો પાયો નાખવામાં આવશે. પાયો નાખ્યા બાદ જ મંદિરનાં નિર્માણનું કામ શરૂ થશે.

ભૂમિપૂજનની માટે અયોધ્યામાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. આ આયોજન એ સમયે થઇ રહ્યું છે, કે જ્યારે સમગ્ર દેશમાં કોરોના વાયરસની સ્થિતિ અત્યાર સુધીના સૌથી ખરાબ સ્તરે પહોંચી ગઇ છે. એવામાં ત્યાં ખૂબ જ ઓછા લોકોના ભેગા થવાની સંભાવના રહેલી છે. જાણકારી મુજબ, મંદિરના પાયાની ઈંટને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે જ સ્થાપિત કરવાનાં છે.

આ આયોજનમાં સામાન્ય નાગરિકો ભાગ પણ લઇ શકશે નહીં. બુધવારનાં રોજ રામજન્મભૂમિ મંદિર ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવી છે, કે ભૂમિ પૂજનના દિવસે લોકો અયોધ્યા આવે જ નહીં.અહીં ઉલ્લેખનીય છે કે, રામ જન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન કાર્યક્રમ 5 ઓગસ્ટે થવાનો છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતનાં કુલ 200 લોકો પણ ભાગ લેવાના છે. કોરોનાને લીધે ભૂમિપૂજન માટે વધુ પડતાં લોકોને આમંત્રિત કરવામાં પણ આવ્યા નથી. ફક્ત પસંદગીના લોકોને જ શિલાન્યાસનાં આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યાં છે.

કોરોના વાયરસને લીધે ભૂમિપૂજન કાર્યક્રમમાં ભૂમિ પરિસરમાં કુલ 50-50 લોકોના જુદાં-જુદાં બ્લોકમાં જ લગભગ કુલ 200 લોકો હાજર રહેશે. કુલ 50ની સંખ્યામાં દેશના મોટા સાધુ-સંતો પણ સામેલ રહેશે. તો, બીજી કુલ 50ની સંખ્યામાં દેશના નેતા તથા આંદોલનથી જોડાયેલ લોકો હાજર રહેશે. જેમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી તથા કલ્યાણ સિંહનો સમાવેશ થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post