રાજુલાના ખેડૂત પુત્ર યુવાને બોરવેલ માંથી બાળક ને જીવિત કાઢી શકાય તેવો રોબોટ બનાવ્યો

Share post

રાજુલા નાં ધારાસભ્ય ને પેટન્ટ ડેમો બતાવાયો ધારાસભ્ય દ્વારા સરકાર શ્રી માં રજુઆત કરી પેટન્ટ ને મંજૂરી માટે દરખાસ્ત કરાઈ…. રાજુલા ના ગરીબ ખેડૂત ના ઈજનેર દીકરા એ આધુનિક ટેક્નિક અને પોતાની સુજ બૂજ થી બોરવેલ માંથી બાળક ને જીવિત બહાર કાઢી શકાય તેવો રોબોટ વિકસાવ્યો છે….

નાના એવા રાજુલા માં ખેતી કરતા આ યુવાને ઈજનેર નો અભ્યાસ કર્યો છે અને પોતાના સેલ ફોન થી ગમે તેવા ઊંડા બોરવેલ અંદર ખાબકેલ બાળક ને રોબોટ ની મદદ વડે બહાર કાઢી શકાય તેમ છે….

જે ટેક્નિક અતિ આધુનિક છે અને આ મહેશ આહીર નામના ઇન્જેરે રાજુલા માં રહી પોતાની કોઠા સુજ થી વિકસાવ્યો છે….

રાજુલા માં રહી નાની એવી ખેતી ધરાવતા ઉકા ભાઈ આહીર ના દીકરા મહેશ આહીરે આધુનિક રોબોટ બનાવી સૌ ને દ્વિધા માં મૂકી દીધા છે….

વ્યવસાયે ખેતી કરી મહેશ હાલ ઈજનેર બન્યો છે અને મહેશ આહીર દ્વારા આ રોબોટ ની શોધ થઈ છે ત્યારે મહેશ ના જણાવ્યા મુજબ તે સતત મીડિયા માં જોતા કે બાળક બોરવેલ માં અજાણતા પડી જાય તો બાર બાર કલાક ના રેસ્કયુ બાદ પણ તેને બોરવેલ માંથી જીવિત બહાર નથી કાઢી શકાતું….

જેથી તમેને પોતાની સુજ બૂજ થિ અતિ આધુનિક બોરવેલ રોબોટ વિકસાવ્યો છે….

જે પોતાના ફોન થી સંપૂર્ણ ઓપરેટ થાય છે અને છેક બોરવેલ ના તળિયા સુધી જાય તે ચોખ્ખું જોઈ શકાય છે અને બાળક ની હલન ચલણ ની મુવમેન્ટ ના આધારે બાળક ને બોરવેલ માંથી સેફ રીતે રેસ્કયુ તુરંત કરી શકાય નું મહેશ જણાવે છે…

મહેશ આહીર નાં પિતા સામાન્ય ખેડૂત છે અને મહેશ ને તેમને ખેતી કરતા કરતા ઈજનેર બનાવ્યો છે જેથી તેમને ગૌરવ છે ત્યારે મહેશ ના પિતા ઉકા ભાઈ જણાવે છે કે મહેશ ને અતિ શોખ હતો અને તેમેન દિવસ રાત મહેનત કરી આ બોરવેલ માંથી સેફ રીતે બાળક ને બહાર કાઢી શકાય તેવો રોબોટ વિકસાવ્યો છે….

જેમાં દિવસ રાત તેમણે મહેનત કરી છે જે રોબોટ થી બાળક ને આરામ થિ બહાર કાઢી શકાય છે….

રાજુલા ના યુવક મહેશ ને જેણે દિવસ રાત્રી મદદ કરી છે તે સંજય મકવાણા આ ઈજનેર મહેશ આહીર નો મિત્ર છે અને તે જણાવે છે કે આ મીડિયા માં અમે નિહાળતા અને રોજ બરોજ બોરવેલ માં બાળકો પડી જતા ની ઘટના બનતી જેથી મહેશ દ્વારા તેમની ટેક્નિક થિ ઓક્સિજન મળે બોરવેલ માં સાથે સાથે બોરવેલ માં પડેલ બાળક આડુ કે ઊંધું હોય તો પણ આ રોબોટ સિદ્ધુ કરી તેને બહાર ખેંચી લાવે તેવી ક્ષમતા ધરાવે છે….

રાજુલા ના ધારાસભ્ય ને મહેશ અને તેમના પરિવાર દ્વારા રજુઆત આ રોબોટ અંગે કરવામાં આવી જેથી રાજુલા ના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા સમગ્ર ડેમો જોવા માં આવ્યો હતો અને બાદ માં શ્રી ડેર દ્વારા હાલ આ અંગે સરકાર શ્રી માં રજૂઆત લેખિત અને.મૌખિક કરી આ મહેશ ને પ્રોત્સાહિત કરશે અને તેની સરકાર માં.પેટન મંજુર કરાવશે નું જણાવ્યું હતું….


Share post