હવે સોલર પ્લાન્ટ ની મદદથી ખેડૂતો જાતે જ વીજળીનું ઉત્પાદન કરશે, સરકાર આપશે સબસીડી

Share post

રાજસ્થાન માં રાજ્ય સરકારે ખેડૂતોને વીજળીના કાપ ને કારણે જે પાક બરબાદ થાય છે તેનાથી છુટકારો આપવા માટે કુસુમ (કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન) યોજના શરૂ કરી છે. હવે રાજસ્થાનના ખેડૂતો સોલર પ્લાન્ટ લગાવીને પોતે જ વીજળીનું ઉત્પાદન કરશે અને ખેતી કરશે. તેઓને સરકારી પાવર પર નભવુ નહીં પડે.

યોજનામાં ખેડૂતો પોતાના ખેતરમાં સોલર પ્લાન્ટ લગાવીને, વીજળીનું ઉત્પાદન કરીને, વધતી વીજળી વેચીને પૈસા પણ કમાઈ શકશે. આમાં ૭૫ અેચપી સુધીના ખેડૂતો પણ સમાવેશ પામશે. પ્લાન્ટ લગાવવાના કુલ ખર્ચમાંથી ૩૦ ટકા ખર્ચો કેન્દ્ર સરકાર આપશે, અને બીજા ૩૦ ટકા રાજ્ય સરકાર આપશે. સાથે કૃષિ ઉદ્યોગ ભોક્તા લોનના રૂપમાં નાબાર્ડ 30 ટકા જેટલી લોન આપશે.

ખેડૂતોએ ફક્ત 10 ટકા રકમ ચુકવવાની રહેશે. જરૂર કરતાં વધારે વીજળીનું ઉત્પાદન થતાં તે વધેલી વીજળીને ખેડૂતો વેચીને પૈસા પણ કમાઈ શકશે. એવા ખેડૂતોની યાદી બનાવવામાં આવી રહી છે કે જેમને વધારે વીજળી ની જરૂર હોય.

અત્યારે 3.5 કિલોવોટ પ્લાન્ટ નો રેટ 10 ટકા સબસીડી પછી અઢી લાખ(2.50) રૂપિયા થાય છે. શહેરી વિસ્તારોમાં રાજસ્થાનની અજમેર વિદ્યુત વિતરણ કંપની એ આ વ્યવસ્થા પહેલા જ લાગુ કરી દીધી છે. આવામાં જો 60 ટકા સબસિડી અને 30 ટકા નાબાર્ડ લોન આપે તો ખેડૂતને ફક્ત 40,000 રૂપિયા નો જ ખર્ચ થાય.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post