ગુજરાત: ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર પડી વીજળી- વિડીયો થયો વાયરલ

Share post

ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. જોકે, તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે તેની આગાહી કરી છે. હાલમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ છે અને કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ છે. આમ છતાં હજુ ઉત્તર, મધ્ય ગુજરાતના ભાગોમાં સારા વરસાદના વાવડ નથી. આગામી તારીખ 30, 31, 1 માં ગુજરાત, સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. તા.30-31માં ઘણા ભાગોમાં વધુ વરસાદની શક્યતા રહે.

ગુજરાતમાં વરસાદના લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેને કારણે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 64 તાલુકામાં વરસાદ વરસ્યો છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ચારેબાજુ કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. હાલ રાજકોટ જિલ્લાના સાત તાલુકામાં આજે સામાન્યથી માંડીને ચાર ઈંચ જેવો વરસાદ પડી જતા ઠંડક પ્રસરી છે. રાજકોટમાં એક વીજળી પડવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને પ્રથમ નજરે જોનારાઓના દિલના ધબકારા વધારી દે તેવો છે.

વડોદરામાં આવેલ જસદણ તાલુકાના ડોડીયાળા ગામે વીજળી પડી હતી. રાજકોટમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. ત્યારે કડાકા ભડાકા સાથે રાજકોટમાં 1 કલાકમાં ધોધમાર 1 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે જ શહેરની ભાગોળે ઘનઘોર વાદળો વચ્ચે વીજળી પડી હતી. જેનો LIVE વીડિયો સામે આવ્યો છે. ડોડીયાળા ગામમાં ખેતરમાં કામ કરતા મજૂર પર વીજળી પડતા સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.  વીજળીના ચમકારાનો LIVE વીડિયો કેમેરામં કેદ થઈ ગયો હતો.આ વીડિયો મવડી ગામમાં આવેલ શાંતિનિકેતન કોલેજની સામેનો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

રાજકોટ શહેરની ભાગોળે ઘનઘોર વાદળો વચ્ચે વીજળી પડી હતી. વીજળીના ચમકારાનો LIVE વીડિયો કેમેરામં કેદ થઈ ગયો હતો. રાજકોટના મવડી વિસ્તારનો આ વીડિયો છે. પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ સાથે જ જસદણ તાલુકાના ડોડીયાળા ગામે વીજળી પડી હતી. જેનો LIVE વીડિયો સામે આવ્યો છે. ડોડીયાળા ગામમાં ખેતરમાં કામ કરતા મજૂર પર વીજળી પડતા સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના સાત તાલુકામાં આજે સામાન્યથી માંડીને ચાર ઈંચ જેવો વરસાદ પડી જતા ઠંડક પ્રસરી છે. જિલ્લાના સાત તાલુકા પૈકી ગોંડલમાં 100 મીમી યાને કે 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે જામકંડોરણામાં પોણો ઈંચ, જેતપુર અને લોધિકામાં અર્ધો ઈંચ, રાજકોટ સિટીના અમુક વિસ્તારોમાં ઝાપટા પડયાં હતા. તેમજ પડધરીમાં 1 મીમી વરસાદ પડી ગયો છે. ગોંડલમાં આજના 100 મીમી સહિત સિઝનનો કુલ વરસાદ 415 મીમી નોંધાયો છે

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post