ગૃહિણીઓ માટે પ્રેરણારૂપ બન્યાં રાજકોટના મંજુબેન પટેલ: છેલ્લા 6 વર્ષથી ઘરની અગાસીમાં શાકભાજી સહિત કરે છે ફળોની ઓર્ગેનિક ખેતી

Share post

કોરોના વચ્ચે હાલના સમયમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયાં છે, ડુંગળીના ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યા છે એવા સમયે ઘરમાં કિચન ગાર્ડનિંગ અથવા તો ટેરેસ ગાર્ડનિંગને ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે, જેમાં શાકભાજી સહિત ઘણાં પ્લાન્ટને ઉગાડીને શાકભાજીનાં ખર્ચમાં ઘટાડો કરી શકો છો. રાજકોટમાં મહિલા યોગ તથા આર્ટ ઓફ લિવિંગનાં શિક્ષિકા મંજુબેન ગજેરાએ પોતાના ઘરની અગાસીમાં ઓર્ગેનિક ફાર્મ બનાવ્યું છે. જેમાં તેઓ લસણ, ડુંગળી, ટમેટાં, મૂળા, મરચાં, કોબીઝ, ફ્લાવર તથા ઔષધિય વનસ્પતિ સહિત કુલ 400 પ્લાન્ટનો ઉછેર કરી રહ્યાં છે, જેને લીધે એમને માર્કેટમાં શાકભાજી ખરીદવા માટે જવું પડતું નથી.

શાકભાજીની સાથે ઔષધિઓ પણ ઉગાડે છે:
મંજુબેન ગજેરા વેસ્ટ વસ્તુઓમાંથી જ પોતાના ઘરની અગાસીમાં ઓર્ગેનિક ગાર્ડન ઊભું કરીને એમાં બોન્સોઇ, મિનિએચર પ્લાન્ટનો ઉછેર કરી રહ્યાં છે, જેમાં ઔષધિમાં ગળો, હળદર, નગોડ, બેઝિલ, મિંટ, તુલસી, કોયની વેલ સહિતનો સમાવેશ થાય છે.

સીઝનેબલ શાકભાજીનો ઉછેર:
મંજુબેન ગજેરા ઘરમાં શાકભાજીનો ઉછેર કરી રહ્યાં છે. સીઝનેબલ શાકભાજી ઉગાડે છે. લસણ, ડુંગળી, ટામેટાં, મૂળો, મરચાં, કોબીઝ, ફ્લાવર સહિત કેટલીક શાકભાજી અગાસી પર જ ઉગાડે છે. માર્કેટ કરતાં ઘરનાં શાકભાજી ખુબ સસ્તાં પડે છે. અડધો કલાક જેટલો સમય શાકભાજીના ઉછેર માટે દરરોજ આપે છે. ગાયનાં છાણ તથા ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવીને એનો શાકભાજી પર છંટકાવ કરે છે. તબક્કાવાર શાકભાજી ઉગાડવાથી ખર્ચ પણ ખુબ ઓછો થાય છે.

છેલ્લા 6 વર્ષથી કરી રહ્યાં છે ગાર્ડનિંગનું કામ:
મંજુબેન ગજેરા છેલ્લાં 6 વર્ષથી ગાર્ડનિંગનું કામ કરી રહ્યાં છે. એમણે જણાવતાં કહ્યું હતું કે, મારા ઘરની જરૂરિયાત મુજબ બધાં જ શાકભાજી અગાસી પર વાવ્યાં છે. જો બરાબર આયોજનથી વાવેતર કરવામાં આવે તેમજ કાળજી રાખવામાં આવે તો ગૃહિણીને શાકભાજીના ખર્ચમાં કુલ 50% સુધીની બચત થાય છે.

અગાસી પર ગાર્ડનિંગનો વિચાર કેવી રીતે આવ્યો?
અગાસી પર ગાર્ડનિંગ કરવા વિશે મંજુબેને કહ્યું કે, હું એક ખેડૂતની પુત્રી છું પરંતુ બાળપણથી એક શેઢો કેમ પાડવો એ હું જાણતી ન હતી. આર્ટ ઓફ લિવિંગની સાથે જોડાયા પછી ઓર્ગેનિક ફાર્મિંગ વિશેના વર્કશોપ મેં એટેન્ડ કર્યા હતા. ત્યારબાદ આ રીતે ટેરેસ ગાર્ડનનો કોન્સેપ્ટ મારા ઘરે વિકસાવવાનો વિચાર આવ્યો હતો. ધીરે-ધીરે મંજુબને આ ક્ષેત્રમાં આગળ વધીને લગભગ 5,000 કરતાં પણ વધારે લોકોને આ ક્ષેત્રે જાણકારી આપી ચૂક્યાં છે.

પ્લાન્ટનાં સૂકાં પાનનો ખાતર તરીકે વપરાશ:
મંજુબેને કહ્યું હતું કે, કેટલાંક લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે, ઘરમાં આ બધું ઊભું કરવું તેમજ એની માવજત કેવી રીતે કરવી પણ કુંડા, માટી, ખાતર વગેરે માટે એક વખત ખર્ચ થાય છે, બાદમાં મોટો ખર્ચ થતો નથી. ગૃહિણીને ખાસ ઘરની સફાઈની ચિંતા રહેતી હોય છે ત્યારે હું ગૃહિણીઓને ખાસ કહીશ કે, પ્લાન્ટનાં સૂકાં પાન વગેરેનો કચરો થાય છે એનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. હું દિવસનો અડધો કલાક માવજત પાછળ આપું છું.

શાકભાજીની સાથે જ ફ્રૂટ્સ પણ ઉગાડ્યાં:
શાકભાજીની સાથે જ મંજુબેને ફળોનાં વૃક્ષ પણ ઉગાડ્યાં છે. એમણે કહ્યું હતું કે, ફળમાં જામફળ, દાડમ, કેળ સહિત કેટલાંક ફળોનાં વૃક્ષો પણ ઉગાડ્યાં છે. સ્વાસ્થ્યને ઉપયોગી એવાં સરગવો, ગિલોઈના કુંડા પણ છે. શાકભાજીના ભાવની દૃષ્ટિએ ખુબ જ ફેર પડે છે. કિચન ગાર્ડનિંગનો સૌથી મોટો લાભ એ રહેલો છે કે, હાલમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયાં છે, જેને લીધે લોકો ખુબ ચિંતિત રહેલાં છે પણ કિચન ગાર્ડનિંગ હશે તો તમે ઘરમાં જ પોતાની ઓર્ગેનિક ડુંગળીનું ઉત્પાદન કરી શકશો. કિચન ગાર્ડનિંગમાં શાકભાજીમાં જંતુનાશક દવાનો છંટકાવ તથા રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post