ગુજરાતનું શરમજનક શિક્ષણજગત: શિક્ષકે વિદ્યાર્થીનીના ઘરમાં ઘૂસી બે-બે વાર આચર્યું દુષ્કર્મ

Share post

રાજ્યમાં મહિલાઓ હવે સુરક્ષિત દેખાઈ રહી નથી. હાલમાં ઘણી ઘટનાઓ સામે આવી રહી છે.  તેનું તાજું ઉદાહરણ હાલમાં જ રાજકોટમાં જોવા મળી રહ્યું છે. શિક્ષણ જગતને ફરી એકવાર કલંક લગાડતી ઘટના બહાર આવતા હોબાળો મચી જવા પામ્યો છે. રાજકોટમાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી મળી રહી છે.

સગીરા વિદ્યાર્થીનીને ઘરમાં જ પુરીને ક્લાસિસના શિક્ષકે 2 વાર દુષ્કર્મ આચરીને ધમકી આપ્યાની પણ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. રાજકોટમા યુનિવર્સિટી પોલીસે ફરિયાદને આધારે આરોપી શિક્ષકની ધરપકડ પણ કરી લીધી છે.આ ઘટનામાં મળતી જાણકારી મુજબ, રાજકોટમાં એક વિદ્યાર્થીની અક્ષર ક્લાસિસમાં ક્લાસીસ કરવાં માટે જતી હતી, પણ લોકડાઉનને લીધે હાલમાં અભ્યાસ પણ બંધ છે, ત્યારે આરોપી શિક્ષક તેના ઘરે જ આવતો હતો.

ત્યારે અક્ષર ક્લાસિસનાં શિક્ષકના મનમાં વિદ્યાર્થીનીને પોતાની હવસનો શિકાર બનાવવા માટે મોકો શોધતો જ હતો, એવામાં એક દિવસ માતા નોકરીએ ગઈ હતી તથા સગીરા વિદ્યાર્થીની ઘરમાં એકલી જ હતી, ત્યારે શિક્ષકે ઘરમાં ધૂસીને જ દુષ્કર્મ આચર્યું હતું. સગીર વિધાર્થિની પર શિક્ષકે ઘરે જઈને 2 વખત દુષ્કર્મ આચરીને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારપછી આ સમગ્ર ઘટનાની જાણ વિદ્યાર્થીનીએ પરિવારજનોને પણ કરી હતી.

ત્યારપછી ક્રોધમાં લાલપીળો થતાં જ પરિવારજનોએ અક્ષર ક્લાસિસ નામે ટ્યુશન ક્લાસ ચલાવનાર ભવ્ય મનોજભાઈ કરાથીયાની વિરુદ્ધ રાજકોટ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસે પણ સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈને આરોપી શિક્ષકની ધરપકડ પણ કરી લીધી છે. આરોપીની ધરપકડ કર્યાં બાદ મહિલા પોલીસને આ આરોપી સોંપી દેવામાં આવ્યો હતો. હાલમાં આરોપીનો કોરોના રિપોર્ટ કર્યાં પછી જ તેની પુછપરછ હાથ ધરવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post