ગુજરાતના આ વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે કપાસથી લઈને કેટલાય પાકોને મસમોટું નુકશાન

Share post

આ વર્ષે જરૂર કરતા વધુ વરસાદથી ખેડૂતોનાં પાકને ખુબ જ નુકસાન થયું છે, તેમાં પણ હાલ તૈયાર પાક ઉપર વરસાદ પડ્યો છે. રાજકોટ શહેર સહિત ગુજરાત રાજ્યનાં ઘણા શહેરોમાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેનાં લીધે આસો મહિનામાં પણ અષાઢી વાતાવરણ જોવા મળ્યું છે. નિરંતર વરસાદ વરસવાનાં લીધે આભમાંથી ખેડૂતો પર આશીર્વાદ નહીં પણ આફત વરસી રહી હોય તેવું લાગી રહ્યું છે. રવિવારનાં દિવસે રાજકોટ તેમજ જિલ્લામાં મેઘરાજા મુશળધાર વરસ્યા હતા. જેનાં લીધે કપાસ, મગફળી તેમજ મરચાનાં પાકને પુષ્કળ નુકસાન થયું છે.

ગુજરાત રાજ્ય સરકાર તરફથી 21મીથી ટેકાનાં ભાવે મગફળીની ખરીદી ચાલુ કરવામાં આવનાર છે. તે સમયે ખેડૂતોએ પોતાની વાડીમાં મગફળીનાં પાલા પાથરીને રાખ્યા હતાં. બીજી બાજુ ધોધમાર વરસાદ થતાં પાથરેલા પાલા વરસાદી પાણીમાં વહી ગયા છે. અને બધી મગફળીમાં વરસાદથી ભેજ આવી ગયો છે. તે સમયે ખેડૂતોની એક માંગ છે કે, ગુજરાત સરકાર ટેકાનાં ભાવે મગફળીની ખરીદીમાં જે નીતિ-નિયમો બનાવ્યા છે તે નિયમોમાં છૂટછાટ આપવામાં આવે.

તેની સાથે જ ટેકાનો ભાવ જે 1,055 રૂ. નિયત કરવામાં આવ્યો છે તે પણ વધારવામાં આવે. જેનાં લીધે ખેડૂતોને થયેલા નુકસાનનું તેમને યોગ્ય વળતર મળી શકે. બીજી બાજુ નિરંતર વરસાદ વરસવાનાં લીધે ખેડૂતોનો પાક તો નાશ પામ્યો છે પણ પશુઓ માટેનો જે ઘાસચારો રાખવામાં આવ્યો હતો તે પલળી ગયો અને હાલ મૂંગા પશુને શું ખવડાવવું તે મોટો પ્રશ્ન ઉભો થયો છે.

જગતનો તાત ખેડૂત કહી રહ્યો છે ખમૈયા કરી મેઘરાજાએ: બીજી બાજુ મગફળી જેવી જ સ્થિતિ કપાસ તેમજ મરચાનાં પાકની થઈ છે. સતત વરસાદને લીધે ચાલુ વર્ષે કપાસનાં પાકને પણ સૌથી વધારે નુકસાન થવા પામ્યું છે.

બીજી બાજુ ગોંડલ તાલુકામાં મરચાનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે. હાલ ચાલુ વર્ષે નિરંતર વરસાદ વરસવાને લીધે મરચાનાં પાકને પણ ઘણા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આમ ખેડૂતો ઉપર આભ ફાટી પડ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. બીજી બાજુ હવામાન ખાતાનાં જણાવ્યા અનુસાર આવનાર 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા હજુ પણ રહેલી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post